દાહોદ,માનસિક રીતે અસ્થિર અને છેલ્લા પાંચ વર્ષથી સાંકળે બંધાયેલી 35 વર્ષીય યુવતીને આખરે બાયડની સામાજીક સંસ્થા પોતાના ત્યાં લઇ ગઈ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામતળ ફળીયામાં ફિલ્મી કથાનક જેવી આ સમગ્ર ઘટનામાં બેડીયે બંધાયેલી યુવતીને સામાજીક સંસ્થાની એમ્બયુલેન્સ લેવા આવી ત્યારે ભારે લોકટોળાં ઉમટ્યા હતા. જોકે આશ્ચર્ય વચ્ચે યુવતીને જો છુટ્ટી મુકવામાં આવે તો ભારે તોફાન અને ઉત્પાત મચાવી આવતા જતા લોકોને અને અડોસ પાડોસના લોકોને છુટા પથ્થરો મારતી હોવાનું કેહનાર ગામલોકોને ખુબ જ શાંતિમાં એમ્બયુલેન્સમાં બેસેલી અને મને અહીંથી લઇ જાવ મચ્છરો બહુ કરડે છે તેવા ઉદ્દગારો ગામલોકોને અચબામાં મૂકી દીધા છે. પગની બેડીએ બંધાયેલી નિર્વાસ્ત્ર જણાતી આ યુવતીની બેડીઓ સાંકળો કાપવામાં આવી ત્યારે હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. યુવતીને નર્સ બનવાની તમન્ના રાખતા માતા પિતાના અરમાનો પાણીમાં વહી ગયા હતા. યુવતીની આ બેડીઓ વાલી યાત્રાની સિલસિલા બંધ વિગતો કઠણ કાળજાના માનવીને હચમચાવી મૂકે તેમ છે. સામાજીક સેવા સંસ્થાની એમ્બયુલેન્સમાં આ અસ્થિર મગજની યુવતીને બેસાડવા આવી ત્યારે તેના માતા પિતાનું હૈયાફાટ રૂદન વાતાવરણને વધુ ગંભીર બનાવી રહ્યું હતું. બાવકાના લોકોનું અને યુવતીના માતાપિતાના મુખે આ યુવતીની જીવન કવન વિશેની સિલસિલાબંધ વિગત એવી છે કે દાહોદ નજીક ગરબાડા તાલુકાના બાવકા ગામ કે જેનું શિવ મંદિર વિશ્ર્વ ખ્યાત છે. અને ત્યાં દેશ વીદેશના પર્યટકો તેમની મુલાકાત લેવા અવશ્યક જાય છે. તેવા બાવકા ગામના ગામતળ ફળીયામાં રહેતા ભાવસિંગભાઈ બામણીયાની પત્ની તેમજ એક પુત્રી સંગીતા તેમજ તેમનો પુત્ર કુલ ચાર લોકોનો પરિવાર હતો. જેમાં તેમનો પુત્ર રાજકોટમાં ખેતરમાં મજૂરી કામ કરે છે. જ્યારે તેમની પત્નીને શ્ર્વાસ અને અન્ય બીમારીઓ હોવાથી તેઓ લાંબા સમયથી પથારીવશ છે. તેમની પુત્રી સંગીતા જેણે 15 વર્ષ અગાઉ ધોરણ12 માં સાયન્સમાં 68% સાથે પાસ થઈ હતી. નર્સ બનવાની ચાહના ધરાવતી આ સંગીતાએ નર્સિંગ નો ફોર્મ ભર્યો હતો અને તેના માટે આવક ના દાખલાની જરૂર હોય તેના પપ્પા ભાવસિંહભાઈએ એક અઠવાડિયા સુધી ધક્કા ખાઈ આવકનો દાખલો મેળવ્યો હતો. અને નર્સિંગ કોલેજમાં જવાનો હતો તેના એક દિવસ અગાઉ અગમ્ય કારણોસર સંગીતા એ તેનો માનસિક સંતુલન ગુમાવ્યો પરિણામ સ્વરૂપ તે અસ્થિર મગજની બનતા તેના માતા પિતા તેમજ પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. સંગીતાની હાલત જોઈ તેના માતા પિતા એ પહેલા દવાખાને સારવાર કરવી પરંતુ ત્યાં કોઈ ફરક ના પડતા તેઓએ બડવાઓનો સહારો લીધો પરંતુ ત્યાં પણ તેની હાલતમાં કોઈ સુધારો ન આવતા તેઓએ આખરે આશા છોડી દીધી અને સંગીતા ને અસ્થિર મગજમાં જ જીવવા માટે છોડી દીધી હતી. પરંતુ પોતાની વ્હાલ સોઈ એક ને એક દીકરીને એકલા છોડી પણ ન અને છેલ્લે મા બાપ તો ખરાને. પોતાના સંતાન પ્રત્યે લાગણી હોય તે પણ સ્વાભાવિક છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે છેલ્લા 15 વર્ષથી બંને માતા પિતા આ યુવતીની સાર સંભાળ રાખી રહ્યા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તારી માતાની તબિયત ખરાબ થતા તે પથારીવશ બની હતી.જેના પગલે તેના પિતા તેની માતાની સારવારમાં લાગતા આ સંગીતાની સાર સંભાળ રાખવા વાળો કોઈ ન મળતા તેની પરિસ્થિતિ વધુ દારૂણ બની હતી.અને તે વધુ તોફાની અને આક્રમક બનતા આવતા જતા લોકો તથા ગ્રામજનોને પથ્થરમારો કરતા આખરે તેના પિતાએ તેને ઘર નજીક ઢોર બાંધવાના પતરાના શેડના નીચે બેડીઓથી બાંધી દીધી હતી. અને છેલ્લા પાંચ વર્ષથી આ સંગીતા બેડિયોમાં બંધાયેલી હાલતમાં પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી.જોકે તેની આ પરિસ્થિતિની જાણ દાહોદની એક સામાજીક કાર્યકર સંધ્યાબેનને થતા તેઓએ સંગીતાબેનના માતા પિતાનો સંપર્ક કરી તેઓની પરિસ્થિતિ જાણી અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં કાર્યરત જય અંબે મંદબુદ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ નામક સંસ્થાના વડા અશોક જૈનનો સંપર્ક કરી સમગ્ર બનાવથી વાકેફ કર્યા હતા ત્યારબાદ સંસ્થાએ આ અસ્થિર મગજની સંગીતાનો સમગ્ર સારવારની જવાબદારી ઉપાડવા માટે તૈયાર થતા દાહોદની સામાજીક કારીગર સંધ્યાબેન ને તેમના પરિવારજનોને મનાવ્યા હતા. અને આખરે આજે બાયડની આ સંસ્થાના કર્મચારીઓ એમ્બ્યુલન્સ સાથે દાહોદ આવ્યા હતા. જ્યાં સ્થાનિક પોલીસની મદદથી સંગીતાબેનને બેડીઓમાંથી મુક્ત કરી સંસ્થા દ્વારા કપડા પહેરાવવામાં આવ્યા હતા. અને લઈ જવાની તૈયારી કરતા આ યુવતીના માતા પિતાના આંખોમાંથી અશ્રુ ધારા વહેતા ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા. સંસ્થાના જણાવ્યા મુજબ છેલ્લા બે ત્રણ વર્ષમાં એકલા દાહોદ માંથી 37 થી વધુ અસ્થિર મગજના દર્દીઓને સંસ્થામાં લઈ જઈ તેમની સારવાર કરવામાં આવી છે અને દર્દી સારૂં થઈ જતા તેઓને પુન:સ્થાપન પણ કરવામાં આવેલ છે. આ યુવતીને પણ યોગ્ય સારવાર આપવામાં આવશે અને તે સ્વસ્થ થઈ જશે તો તેને પુન:સ્થાપન કરવામાં આવશે તેમ પણ આ સંસ્થાના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને આ અસ્થિર મગજની યુવતીને એમ્બ્યુલન્સમાં બેસાડી બાયડ ખાતે જવા રવાના થયા હતા..
બોકસ: યુવતીને આટલા લાંબા સમય સુધી આ પરિસ્થિતિમાં રાખવા માટે જવાબદાર કોણ.??
સાવ અચાનક સ્વપ્ન સાકાર થવાની ઘડી પહેલા જ કોક કારણસર માનસિક અસ્વસ્થતા ધારણ કરનાર આ 35 વર્ષીય યુવતીને યોગ્ય સારવાર અર્થે જેતે સંબંધીતોએ કેમ ન પહોંચાડી? તે પણ એ તપાસનો વિષય હોવાનું લાગી રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી માનસિક રીતે અસ્થિર થયેલી આ યુવતીને છેલ્લા ત્રણ થી પાંચ વર્ષથી તો સાંકળે બાંધીને રાખવા આવતી હતી. આ દરમિયાન કોરોના કાળ જેવી મહામારી પણ આવી અનેક સર્વે થયાં ઘર ઘર સુધી આરોગ્ય કર્મીઓ પણ પહોંચ્યા ગામના સરપંચ તલાટી કમ મંત્રી અને નજીકમાં આવેલી શાળાના શિક્ષકો અને આચાર્યોએ પણ આ યુવતી ને નજર અંદાજ કરી તે વિચાર માંગી લે તેવી બાબત છે. ત્યારે 21મી સદી તેમજ આધુનિક ટેકનોલોજીની વાત કરતા આ સમયને ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચતા કેટલો સમય લાગશે.? તે કહેવું મુશ્કેલ છે અને પ્રશાસનિક પહોંચ આવા બનાવોથી કેટલી દૂર છે. એની પ્રતીતિ આપણા સૌને વિચાર માંગતી કરી દે તેવી છે. હાલ તો આ યુવતીને બાયડની સામાજીક સંસ્થા લઈ ગઈ છે. પરંતુ શૈક્ષણિક રીતે પછાત યુવતીના માતા-પિતા તો ઠીક પણ ગામના જવાબદારો સામે તંત્રે તપાસનો દોર લંબાવી ફરી કોઈ નાગરિક આવી નરકાગાર જેવી પરિસ્થિતિમાં ન પહોંચે.જે માટે ઘટતું કરવું જોઈએ.
બોકસ: યુવતીને સાંકળે બાંઘી રાખવાનું કારણ સામાજીક રીતી રિવાજ..?
સાંકળો ખોલીને સારવાર માટે બાયડ ખાતે લઈ જવાયેલી આ યુવતીના માતા પિતાએ પોતાના કાળજે મસમોટો પથ્થર મૂકી સારવાર ન કરાવી શક્યાની દુ:ખ વ્યક્ત કર્યું હતું અને શા માટે તેને બેડીયે બાંધવી પડી હોવાનું કારણ દર્શાવતા સોં કોઈ ચોકી ઉઠ્યા હતા. તેઓએ ગામના જ વ્યક્તિને અને સામાજીક સંસ્થાના કર્મચારીઓ જોડે ચર્ચા દરમિયાન પોતાની દીકરીની આવી હાલત સામાજીક રીતેરિવાજોના કારણે કરવી પડી હોવાનું જણાવ્યું હતું. યુવતીના પિતાએ પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે મોટા દવાખાને ન જવાનું હોવાનું જણાવી. જો આ યુવતી ઉત્પાત મચાવી છૂટા પથ્થરો મારતી હતી. જો કોઈ ગ્રામજન કે ફળિયાના વ્યક્તિને પથ્થર વાગી જાય અને તે જાન ખોઈ બેસે તો તેમના રીતે રિવાજો મુજબ ભીંડામાં મસમોટી રકમ આપવી પડતી હોવાનું જણાવી અને તે માટે તે સક્ષમ ન હોય યુવતીને સાંકળે બાંધી હોવાનું અશ્રુધારા વહેડાવી હતી.