- અંગદાન વિશે વધુ માહીતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1800-11-4770 પર સંપર્ક કરી શકાય છે.
15મી ઓગષ્ટની રાજયકક્ષાની ઉજવણી અન્વયે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળોએ અંગદાન માટે જાગૃતિ માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકોએ આ સ્ટોલની મુલાકાત લઈ અંગદાન વિશે માહિતી મેળવી હતી.
હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યકમ માં જીલ્લાના અંગદાન કરનાર સ્વજનોને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર, મોમેન્ટો તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું.
અંગદાન વિશે જાગૃતિ લાવવા માટે ઉભા કરાયેલ સ્ટોલમાં વિષયવસ્તુને લગતી સુંદર માહિતી આધુનીક ટેકનોલોજીના માધ્યમ થકી રજુ કરવામાં આવી હતી. બ્રેઇનડેડ વ્યકિતના હદય, કીડની, ફેફસા, લીવર, પેનક્રિયાસ, આંતરડુ વગેરેનું ચોકકસ સમયમાં પરિવારજનોની સંમતિથી દાન કરી શકાય છે. આ અંગદાન અન્ય 7 વ્યકિતઓને નવજીવન પ્રદાન કરવામાં મદદરૂપ બને છે. જેના માટેની શરતોમાં ડોનરની મંજુરી હોવી જોઇએ. ડોનરની ઉંમર 18 વર્ષ કરતા વધુ હોવી જોઇએ. બ્રેઇનડેડ વ્યક્તિના કિસ્સામાં પરિવારજનોની સંમતિ હોવી જોઇએ. ડોનર મેડીકલી ફીટ અને હેલ્થી હોવો જોઇએ. ડોનરને એચઆઇવી, કેન્સર, હદય કે ફેફસાની બીમારી ન હોવી જોઇએ. જયારે જીવિત વ્યકિત એટલે કે લાઇવ ડોનર પણ એક કિડની, એક ફેફસા, લીવર અને આંતરડાના ભાગનું દાન પોતાના પરિવારજનોને અથવા અંગત વ્યકિતને જ કરી શકે છે.
અંગદાન વિશે વધુ માહીતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1800-11-4770 છે. જયારે ખેડા જીલ્લામાં સ્થાનિક લેવલે ડો.ડી.આર.પટેલ, આર.એમ.ઓ. સીવીલ હોસ્પીટલ નડીયાદ 9099064228 નો સંર્પક કરી શકાય છે એમ ડો.વી.એ.ધૂવે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદી મુજબ જણાવવામાં આવેલ છે.