જો તમે પણ 16 ફેબ્રુઆરીથી દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી પસાર થવાના હોય તો આ ખબર એકદમ આપના કામની છે. હવે ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના 720થી વધારે ટોલ પ્લાઝા પર ફાસ્ટૈગ ચુકવણીનો વિકલ્પ ફરજિયાત કર્યો છે. ત્યારે હવે જો તમે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હોવ તો આપની કાર માટે ફાસ્ટટૈગ ફરજિયાત થઈ જશે. કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલયે આ માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. હવે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર બંધ કરી દેવામાં આવશે. જો તમારા વાહન પર 15 ફેબ્રુઆરી બાદ ફાસ્ટટૈગ નહીં હોય તો, આપે બેગણો ટેક્સ આપવો પડશે. 15 ફેબ્રુઆરી રાતના 12 વાગ્યા પહેલા આપ કૈશમાં ટોલ પ્લાઝા પર ચુકવણુ કરી શકશો. ત્યાર બાદ આ કામ કરી શકશો નહીં.
ડિજીટલ ટ્રાંજેક્શનમાં થશે વધારો
અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર ડિજીટલ ચુકવણામાં વૃદ્ધિ કરવા માટે હવે ટોલ પ્લાઝા પર કૈશમાં ચુકવણુ બંધ કરી દીધુ છે. હવે FASTag દ્વારા ટોલ પ્લાઝા પર ચુકવણુ કરવાનુ રહેશે. હાલમાં અમુક બેંકના નામ પર FASTag જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બૈંક, પેટીએમ પેમેન્ટ્સ બૈંન્ક અને આઈડીએફસી બેંક શામેલ છે.
શું છે FASTag
FASTag ઈલેક્ટ્રોનિક ટ્રાંજેક્શનનો નવો વિકલ્પ છે. જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈંડિયા દ્વારા વિકસાવવામાં આવ્યુ છે. RFID ટેકનિકનો ઉપયોગ કરીને વાહનને રોક્યા વગર ટોલ પ્લાઝા પાર કરવા પર ચુકવણુ થઈ જાય છે. FASTag એક સ્ટિકર છે. જે આપની કારને વિંડશીલ્ડથી અંદરથી જોડાયેલુ હોય છે. જે રેડિયો-ફ્રિંક્વેંસી આઈડેંટિફિકેશન બારકોડના માધ્યમથી આપના વાહનનું રજીસ્ટ્રેશન વિવરણ સાથે જોડાયેલુ હશે. જેવું આપનુ વાહન પસાર થશે કે, RFID કોડને ખબર પડી જશે. આપના પ્રિપેડ બેલેન્સમાંથી ટોલ ટેક્સ કપાઈ જશે. જ્યાં રોકાયા વગર જ આપનું કામ થઈ જશે.
FASTagના શું છે ફાયદા
રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિયમ 2008 અનુસાર ટોલ પ્લાઝા પર અમુક લેવડદેવડ છે, જે ખાસ કરીને FASTag યુઝર્સ માટે રાખેલુ છે. જેમાં આપના વાહનને રોકાવાની જરૂર નહીં પડે. ભારતભરમાં સ્વાચાલિત ડિજીટલ ચુકવણા તરફ લઈ જવાનો સરકારનો આ પ્રયાસ છે. સારામાં સારી પારદર્શિતા માટે સરકારે આ સુવિધા ચાલુ કરી છે. જેનાથી ટોલ પ્લાઝા પર ભીડ, રાહ જોવી અને ઈંધણનો બચાવ જેવા ફાયદા પણ થવાના છે.