ગુજરાત સરકારે ૧૫મી ઓગસ્ટ સુધી ફિશિંગ બંધ કરવા નિર્ણય કર્યો છે, જોકે આ નિર્ણય અયોગ્ય હોવાના દાવા સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખાયો છે,જેમાં દાવો કરાયો છે કે, માછીમારો સહિત સીધી કે આડક્તરી રીતે પાંચ લાખ જેટલા લોકો ૧૫ દિવસ માટે બેરોજગાર બનશે.તો બીજા રાજ્યના માછીમારો ગુજરાતના દરિયામાં માછીમારી કરશે તેના માટે જવાબદાર કોણ? બીજા રાજ્યમાં ૬૦ દિવસ માછીમારી બંધ સીઝનમાં માછીમાર સમુદાય માટે ત્યાંની સરકાર દ્વારા યોજના ચાલુ છે, જ્યારે ગુજરાતમાં માછીમારોને બંધ સિઝનમાં રાહત મળે તેવી કોઈ યોજના નથી.
માછલી પ્રોસેસ કંપની કે બરના કારખાનામાં જે લોકો આવી ગયા છે તેને કંપનીના માલિકોએ ૧૫ દિવસ સાચવવા પડશે, જે આથક ખર્ચ ઉઠાવવો પડશે, ગુજરાત સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી શિીંગ બંધનો નિર્ણય અવિચારી છે. સરકારે માછીમારીની મંજૂરી કેમ આપવી જોઈએ તેના કારણો અંગે કહેવાયું છે કે, તા.૩૧/૦૭/૨૦૨૪ના બપોરે ૧૨ વાગ્યે શિરીઝ કમિશનરનો પરિપત્ર આવે છે કે તા. ૧, ૨ અને ૩ ઓગસ્ટના રોજ હવામાન ખરાબ છે તો ફિશિંગમાં જવા ટોકન મળશે નહિ અને સાંજે ૭ વાગ્યે વોટસએપ પર પરિપત્ર આવે છે કે ૧૫ ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ છે.
માછીમારી સીઝન ૧ ઓગસ્ટે ચાલુ થવાની છે એમ માની ૧૫/૦૭ના રોજ વલસાડ, કોટડા, ઉના, દીવ, વેરાવળ, પોરબંદર, જામનગરના માછીમારો કચ્છના જખૌ પહોંચ્યા એમ અલગ અલગ બંદરો પર બધા માછીમારો પહોંચ્યા હતા, બીજા રાજ્યમાંથી ખલાસી, ટંડેલ કે મજૂરી કામ માટે આવનારાએ ટ્રેનમાં રિઝર્વેશન ટિકિટ અગાઉથી કરી હતી, હવે તેઓ ગુજરાત આવી ગયા પણ ૧૫ દિવસ બેરોજગાર બેસવું પડશે, તેમ વિપક્ષે જણાવ્યું છે. ૧૨ નોટિકલ માઈલ સુધી ગુજરાતની જળસીમા છે તેના સિવાયના દરિયામાં માછીમારી થશે તો જવાબદાર કોણ ગણાશે.