15 ઓગસ્ટ, 2023ના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા કેન્દ્ર સરકારે ચીન સરહદ નજીકના ગામોના સરપંચોને આમંત્રણ આપ્યુ છે. આ સરપંચો માટે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે.
ભારત 15 ઓગસ્ટ, 2023ના રોજ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ વખતના સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ખાસ મહેમાનો દેખાશે અને તેમની માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે આઝાદી પર્વની ઉજવણીમાં સામેલ ચીનની સરહદને અડી આવેલા અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખના લગભગ 662 ગામોના સરપંચોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ગામોને કેન્દ્ સરકારરના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
આ વખતે કેન્દ્ર સરકારે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર વિશેષ તૈયારીઓ કરી છે. જેમાં કેટલાક ખાસ મહેમાનોને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે સ્વતંત્રતા દિવસના અવસર પર ચીનને અડીને આવેલા ગામોના સરપંચોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ ખાસ મહેમાનો અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં ચીન સરહદે આવેલા લગભગ 662 ગામોના સરપંચો છે. તે કેન્દ્રના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) હેઠળ આવે છે.
આ માટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ITBP હેડક્વાર્ટરે આ જિલ્લાઓમાં તેમના કર્મચારીઓને લાયઝન ઓફિસર તરીકે નિયુક્ત કરવા સૂચના આપી છે. તેઓ સરપંચો અને મહેમાનોની સાથે જિલ્લા મુખ્યાલયથી દિલ્હી અને ત્યારબાદ પરત જિલ્લા હેડક્વાર્ટર જશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ITBPએ મહેમાનોની અવરજવર માટે વ્યવસ્થા શરૂ કરી દીધી છે. જેમાં અનેક સરપંચોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેઓ ત્યાં રહી ગયા છે. તેમને આમંત્રણ મોકલવાની પ્રક્રિયા ચાલુ છે. ITBP આ મામલામાં પૂરી કાળજી લઈ રહી છે. ITBP દ્વારા પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે મહિલાઓ અને પુરુષોની સંખ્યા સમાન રહે. જો તેમાં કોઈ સમસ્યા સર્જાશે છે, તો આવી સ્થિતિમાં LO માટે જે શ્રેષ્ઠ વિકલ્પ હશે તે પસંદ કરવામાં આવશે.
સરપંચોની તમામ વિગતો એક્ત્ર કરવામાં આવી રહી છે. ફાઇલ-દસ્તવેજોની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તમામ મહેમાનોની અવરજવર માટે ખાસ ફ્લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વર્ષ 2022ના બજેટમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ ચીનની સરહદે આવેલા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારવાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો છે. તેની શરૂઆત અરુણાચલ પ્રદેશના કિબિથુ ગામથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી. કેન્દ્રની આ યોજના હેઠળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં દેશની ઉત્તરીય સરહદ સાથેના 19 જિલ્લાના 46 બ્લોકમાં લગભગ 2,967 ગામોને ‘વિકાસ’ કામકાજ માટે ઓળખી કાઢવામાં આવ્યા છે. આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં લગભગ 662 ગામોની પસંદગી કરવામાં આવી છે. સરકારે આ યોજના માટે રૂ. 4,800 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે.