
ભરૂચમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 15 અને 16 વર્ષના બે સગીર મિત્રોએ 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સગીરા ઘરે એકલી હતી, ત્યારે બંને સગીરોએ તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો.
પ્રથમ 16 વર્ષના સગીરે પીડિતા પર દુષ્કર્મ આચર્યું, જ્યારે બીજા સગીરે તેનો વીડિયો બનાવ્યો. ત્યારબાદ 15 વર્ષના સગીરે પણ પીડિતા સાથે દુષ્કર્મ આચરી તેનો વીડિયો બનાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સગીરાના પિતાના ધ્યાનમાં આવતા તેમણે તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ મામલે ગંભીર કાર્યવાહી કરતા પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ, એટ્રોસિટી એક્ટ અને સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બંને સગીરોની ધરપકડ કરી તેમને જુવેનાઇલ હોમમાં મોકલી દેવામાં આવ્યા છે.
જેની ભરૂચના એસ.સી.એસ.ટી.સેલના ડીવાયએસપી ડૉ. અનિલ સિસારાના નેતૃત્વમાં આ કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ સમાજમાં ચિંતાનો વિષય ઊભો કર્યો છે, ખાસ કરીને સોશિયલ મીડિયાના આ યુગમાં કિશોરવયના બાળકોમાં વધી રહેલી ગુનાખોરી અને મોબાઇલના દુરુપયોગને લઈને.