અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા : ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા.

  • અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા
  • ભક્તો માટે આજે 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો
  • CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે સવારે 4:30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હતી. જે બાદ સવારે 4:44 વાગ્યે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 05:30 વાગ્યે ભગવાન જગન્નાથ અને 5:35 વાગ્યે બહેન સુભદ્રાજી અને 5:50 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા દરિયાપુર પહોંચી છે જ્યાં ભક્તોજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત વચ્ચે નગરજનો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. 

  • ગજરાજ સરસપુરથી રિટર્ન, ઢોલ-નગારાંના તાલે ભરાયું ભગવાન જગન્નાથનું મામેરું 
  • ભાણેજ પહોંચ્યા મોસાળ સરસપુર, ભક્તોએ ઉત્સાહભેર કર્યા ભગવાન જગન્નાથજીના વધામણાં

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ભગવાનના આગમન પૂર્વે મોસાળ સરસપુરમાં ભાણેજને આવકારવા ભક્તો આતુર બન્યા છે. ભગવાનના ભજનથી મોસાળ સરસપુર ગૂંજી ઉઠ્યું છે.  મામાના ધરે ભગવાન આવે એ પહેલા જ મોસાળમાં ભક્તિમય વાતાવરણ બની ગયું છે. તદુપરાંત ભક્તોએ ભંડારાનો પણ ભવ્ય લાભ લીધો.

CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના માર્ગનું કર્યું નિરીક્ષણ 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ.ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રૂટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી.

આજે આખી રથયાત્રામાં રૂટમાં મારા દીકરાના સાથથી રથયાત્રામાં સહભાગી થઈશ: અમલીબેન

મહત્વનું છે કે થોડાક સમય પહેલા અમલીબેનનો અકસ્માત થયો હતો જેને લીધે તેઓ ચાલી શકતા નથી અને  વ્હીલચેર પર બેસવા મજબૂર છે. અમલીબેન ચાલી ન શકતા હોવાથી વ્હીલચેરમાં બેસીને ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘હું છેલ્લા કેટલાય વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં આવું છું. આજે હું ચાલી ન શક્તિ હોવાથી અને આજે આખી રથયાત્રામાં રૂટમાં મારા દીકરાના સાથથી રથયાત્રામાં સહભાગી થઈશ.’ આટલું કહેતા અમલી બા ભાવુક થયા હતા.