દાહોદ,14મી એપ્રિલ 1944 ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા અને મુંબઈના વિક્ટોરિયા ડોક યાર્ડમાં લંગારેલા ફોર્ટ સ્ટાઇકીન માલવાહક જહાજમાં 20 લાખ પાઉન્ડની સોનાની પાટો લડાયક શસ્ત્રો સ્ફોટક પદાર્થો લશ્કરી દારૂ ગોળો વીગેરે મળી 7200 ટન સામાન ઉપરાંત આ જહાજમાં કરાચીથી 8700 રૂપિયાની ગાંસડીઓ ઓઇલ લાકડું સલ્ફર માછલીનું ખાતર અને રોઝીન વગેરે ભરવામાં આવ્યું હતું. આ જહાજમાં ધુમ્રપાનમાંથી ઉડેલા તણખામાંથી ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી જેમાં મુંબઈ ફાયર બ્રિગેડના 66 જેટલા કર્મચારીઓ શહીદ થયા હતા. આ ભયાનક આગમાં કુલ 321 વ્યક્તિઓએ પોતાના જાન ગુમાવ્યા હતા. આ ધડાકાથી માલ વાહક જહાજનું 120 મીટર લાંબા તરતા બોમ્બમાં રૂપાંતરણ થઈ ગયું હતું. ત્યારે આ ઘટનાને લઈને મુંબઈની ધરતી પણ ધ્રુજી ઉઠી હતી અને 5000 ટનનું 120 મીટર લાંબુ જયનંદા જહાજ 18 મીટર ઊંચું હવામાં ફંગોળાયું હતું આનાથી નાના મોટા 26 જહાજો ગોદીમાં ડૂબી ગયા હતા. એ દિવસથી દર વર્ષે 14મી એપ્રિલે અગ્નિશમન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને તેને લઈને દાહોદ નગર પાલિકાના ફાયરના જવાનોએ પણ ફાયર સ્ટેશન ખાતે ભેગા થઈ આજરોજ એટલેકે 14 મી એપ્રિલના રોજ અગ્નીશમન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. જેમાં દાહોદ પાલિકાના ફાયર ઇન્સ્પેક્ટર સહીત તેમની ટીમે ભેગા મળી મુંબઈના શહીદ થયેલા 66 જેટલા ફાયરના જવાનોની શહીદિને યાદ કરી તેમના માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.