14 જુન વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબીર

દાહોદ, 14 જુન સ્વૈચ્છિક રક્તદાતાઓના સન્માનમાં યુનેસ્કો દ્વારા આ દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખા દ્વારા જીલ્લામાં વિવિધ સ્થળે રક્તદાન શિબિરો ગોઠવવામાં આવે જે અંતર્ગત 16/6/2024 રવિવારના રોજ પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી, જૈન શ્ર્વેતાંબર સોશિયલ યુવા ગ્રુપ, ગાયત્રી પરિવાર લીમડી ના સંયુક્ત ઉપક્રમે બી.પી.અગ્રવાલ હાઇસ્કુલ લીમડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાઇઝ ચેરમેન દિનેશભાઈ શાહ, ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા, બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન.કે. પરમાર, રેડક્રોસની ડોક્ટર સહિતની ટીમ, સ્વૈચ્છિક સભ્ય રજનીકાંત મોઢિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યુવાનો દ્વારા રક્તદાન કરવાનો ઉત્સાહ દર્શાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કુલ 54 રક્તદાતા દ્વારા રક્તદાન કરી “રક્તદાન મહાદાન” ઉક્તિને સાર્થક કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા ગાયત્રી પરિવારના રાજુભાઈ સેવક તેમજ પ્રકૃતિ મિત્ર મંડળના અલ્પેશભાઈ વેરાગી તેમજ જૈન સોશિયલ ગ્રુપના જીતુભાઈ ઝામર તેમજ અન્ય આગેવાનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત 15/6/2024ને શનિવારના રોજ પુસરી પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શિક્ષક એવોર્ડ વિજેતા સુરેશભાઈ માળી દ્વારા રક્તદાન કરી તેમના સાથી શિક્ષક મિત્રો આ ઉપરાંત ગ્રામજનો રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં 11 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં રક્તદાનની જાગૃતિ માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખા દ્વારા તમામ રક્તદાતાઓનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. તેમજ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા.