૧૪મી ડિસેમ્બરે મુખ્યમંત્રી સહિત નવી સરકારનું આખું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

  • અમદાવાદમાં ૧૪મી તારીખે બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી જન્મશતાબ્દીના કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપવા આવી રહ્યા છે.

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ છે. ત્યારે ૮મી ડિસેમ્બરે તેની મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં હાલના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ સરકાર બનાવશે તેમ લાગી રહ્યું છે. ત્યારે નવી સરકારનું ગઠન કમુરતા પહેલા થાય તેવા સંજોગો બની રહ્યા છે. આવતી ૧૪મી ડિસેમ્બરે મુખ્યમંત્રી સહિત નવી સરકારનું આખું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.૧૪મી ડિસેમ્બરે પ્રમુખ સ્વામી જન્મશતાબ્દીની ઉજવણીસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અમદાવાદમાં ૧૪મી તારીખે બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી જન્મશતાબ્દીના કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપવા આવી રહ્યા છે. ત્યારે આ સમયે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો રાજ્યના નવા મુખ્યમંત્રી પસંદ કરી લેશે. એટલું જ નહીં, રાજ્યમાં નવી સરકાર આ જ દિવસે શપથ ગ્રહણ કરી લેશે. જો કે, આ અંગે હજુ સુધી અધિકારીક રીતે કોઈ જાહેરાત કરાઈ નથી.

શાહે સરકારના ગઠન માટે બીજા તબક્કાની ચૂંટણી પહેલાં બેઠક કરીગુજરાતમાં ૯૩ બેઠકો પર મતદાન થાય તે પૂર્વે ૪ ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પર એક બેઠક કરી હતી. દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી અહીં ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ પર મળવા માટે બોલાવ્યા અને બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું હતું.

મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવ્યું હતું. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે કુલ મળીને ઓછામાં ઓછી ૧૩૦ બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની ૮૯ પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો આપ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય નેતાઓની બોડી લેંગ્વેજ ખૂબ સ્વસ્થ હતી અને તેમને ભાજપની જીત પર ખૂબ વિશ્ર્વાસ હોય તેવું લાગતું હતું.

ભાજપ છોડી અપક્ષ લડેલા ઉમેદવારોને ક્યારેય પરત નહીં લેવાયભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારોને ભાજપ પરત ક્યારેય નહીં લે તેવું પાટીલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામે પક્ષે જઇને જીત્યા એમાંથી એક પણને અમે આ ચૂંટણી વખતે પાછા લીધા નથી. અપક્ષો જીતે તેવી કોઇ શક્યતા નથી જીતે તો પણ તેમને પાછા નહીં લેવાય.સૌથી વધુ બેઠકો, વોટશેર અને લીડનો રેકોર્ડ બનશેગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું અને હવે સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું હતું, આ દરમિયાન ભાજપના અયક્ષ સી આર પાટીલે પ્રથમ તબક્કાના મતદાનના આધારે કહ્યું કે, અત્યારે કેટલી બેઠકો જીતાશે તેનો આંકડો આપવો અત્યારે ઉચિત નથી, પરંતુ અમે ત્રણ વિક્રમો બનાવીશું. આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતવાનો, સૌથી વધુ વોટશેર હાંસલ કરવાનો અને મોટી લીડથી જીતતા ઉમેદવારોની સૌથી વધુ સંખ્યા બનાવવાનો રેકોર્ડ અમે તોડી નાખીશું. મતદાનની ટકાવારી ઓછી રહી તે અંગે પાટીલે કહ્યું કે, ભાજપની પેજ સમિતિનું કામ ભાજપની તરફેણમાં મતદાન કરાવવાનું હતું. સમિતિઓએ કુલ મતમાં તેમણે ભાજપના ઉમેદવારોનું મતદાન વધાર્યું છે, ભલે મતદાન નીચું ગયું પણ કુલ મતોનો આંકડો ગણીએ તો ગુજરાતમાં ૨૦૧૭ કરતાં ૨૦૨૨માં ૧૧ લાખ મત વધુ પડ્યાં છે.એ યાદ રહે કે ગુજરાતના રાજકારણમાં એવું કહેવાય છે કે ઓછું મતદાન હોય તો ભાજપની સરકારને નુક્સાન થાય. ગુજરાતમાં બંને તબક્કામાં ઓછું જ મતદાન થયું એટલે ભાજપના ઉમેદવારો મુંઝવણમાં છે કે પરિણામ ક્યાંક વિરપિત ન આવે. પણ એક્ઝિટ પોલના આંકડાઓએ ભાજપના ઉમેદવારોને હૈયે ધરપત આપી છે. એટલે આશ્ર્ચર્ય પણ છે કે ગુજરાતમાં ઓછું મતદાન છતાં એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને સવાસોથી વધારે સીટ મળવાનું અનુમાન છે. બીજી વાત, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપને સૌથી વધારે સીટ ૨૦૦૨માં ૧૨૭ આવી હતી. આ આંકડાનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદી અવાર-નવાર કહેતા આવ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડશે.