- બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 43.50 ટકા મતદાન થયું
ગરબાડા,
133 ગરબાડા વિધાનસભામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી 50% મતદાન કરવા માટે વહેલી સવારથી જ લાઈનો લાગેલી જોવા મળી હતી બપોરના ત્રણ વાગ્યા સુધીની વાત કરીએ તો 43.50 ટકા મતદાન થયું હતું એક અંદાજ અનુસાર મતદાન પ્રક્રિયા પૂર્ણ થવા સુધીમાં અંદાજિત 50% ની અંદર મતદાન થયું હોવાનું અનુમાન લગાવી શકાય તેમ છે જોકે અમુક જગ્યાએ નાના મોટા છમકલાઓ પણ થયા આવવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી હતી.
ગરબાડા તાલુકાના ભિલવા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં બુથ નંબર 3 નું યદળ મશીન ખોટકાતા મતદારો 30 મિનિટ સુધી લાઇનોમાં બેસવા મજબૂર બન્યા હતા આ બાબતની જાણ થતાંની સાથે જ ગરબાડા ચુંટણી અધિકારી, મામલતદાર અને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા સહિત ના લોકો ભિલવા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા યદળ મશીન ફરીથી શરૂ કરી અને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા મતદાન પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ચુંટણી અધિકારી ને અપીલ કરી હતી.
ગરબાડા તાલુકાની કુમારશાળા ખાતે ગરબાડા ગામના દિવ્યાંગ મતદાર તાહેર ચલાવાલા સતત ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે અને આજે ગરબાડા કુમારશાળા ખાતેથી તેઓએ મતદાન કર્યું હતું જ્યારે ગામની ભાભોર પડ્યાની એક વિકલાંગ મહિલા બીમાર હોવા છતાં બોટલ ચડાવ્યા બાદ તાલુકા કુમાર શાળા ખાતે મતદાન કરવા માટે પહોંચી હતી તે સિવાય પણ 133 વિધાનસભામાં અનેક વિકલાંગ મતદારો પોતાના વિસ્તારના બુથ ઉપર મતદાન કરવા માટે પહોંચ્યા હતા.