૧૩ વર્ષ પહેલા ચિરાગ પાસવાન અને કંગના રનૌત બોલિવુડની એક ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા

લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહારમાં જાદુ બતાવ્યો છે અને તેમની પાર્ટીની જીત પણ થઈ છે. તમને જણાવી દઈએ કે,લોક જનશક્તિ પાર્ટી હાલમાં ભાજપની સહયોગ વાળી પાર્ટીમાંથી એક છે. ત્યારે તે હવે સાંસદમાં પહોંચવા માટે તૈયાર છે. બિહારથી દુર મંડીમાંથી ભાજપની ઉમેદવાર અને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે જીત મેળવી છે. તે પણ સસંદમાં આવશે.

આજે તમને જણાવી દઈએ કે,કંગના અને ચિરાગ પાસવાને એક સાથે બોલિવુડમાં કામ કર્યું હતુ. આ બંન્નેની ફિલ્મ હિટ રહી ન હતી પરંતુ ચાલો જાણીએ કે, તે ફિલ્મ કઈ હતી.

ચિરાગ પાસવાને રાજકારણમાં આવતા પહેલા બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. ૨૦૧૧માં તેમણે ફિલ્મ મિલે ના મિલે હમ બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતી. આ ફિલ્મમાં ચિરાગ પાસવાન લીડ રોલમાં હતો. આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

આ ફિલ્મમાં કંગનાએ એક ટેનિસ ખેલાડીના રોલમાં જોવા મળી હતી. ફિલ્મ ફ્લોપ જતાં ચિરાગે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. લોક્સભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચિરાગ પાસવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ વીડિયોમાં કંગના રનૌતને લઈ કહ્યું કે, લોકોને અમે એક સાથે પસંદ આવ્યા ન હતા પરંતુ હવે અમે બંન્ને એક સાથે સંસદમાં આવશું. હવે બંન્ને સ્ટાર સંસદમાં એક સાથે જોવા મળશે.