
નવીદિલ્હી, બ્રહ્માંડમાં ૧૩ અને ૧૪ ડિસેમ્બરના રોજ ખગોળીય ઘટના સર્જાશે. તમે કદાચ તૂટતા તારા વિશે સાંભળ્યું જ બશે. ૧૩ અને ૧૪ ડિસેમ્બરના રોજ પ્રતિ કલાકે ૧૦૦થી ૧૫૦ તારાઓ એક્સાથે તૂટશે. ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. આ ખોગળીય ઘટનાને જેમિનીડ ઉલ્કાપાત અને તૂટતા તારા તરીકે ઓળખવામાં આવે છે. ૨૪ ડિસેમ્બર સુધી તારાનો વરસાદ થવાની સંભાવના છે.
વાસ્તવિક તારા સાથે આ ઘટનાનો કોઈ સંબંધ નથી. આ તૂટતા તારા આકાશમાંથી પસાર થતો પ્રજ્વલિત કાટમાળ છે. આ ઘટનાને ધરતી પરથી જોવામાં આવે તો તે તૂટતા તારા જેવી દેખાય છે.
ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલ આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાનના વૈજ્ઞાનિક ડૉ.વીરેન્દ્ર યાદવે દાવો કર્યો છે કે, ૧૩-૧૪ ડિલેમ્બરના રોજ તારાનો વરસાદ થશે. પ્રતિ કલાકે આકાશમાં ૧૦૦થી ૧૫૦ તારા તૂટશે, આ ઘટના ૨૪ ડિસેમ્બર સુધી થઈ શકે છે. ઉલ્કાપાત જ્યાંથી આવે છે, તે તારામંડળ અને નક્ષત્રના નામ પરથી ઉલ્કાપાતનું નામ રાખવામાં આવે છે. આ કારણોસર આ ઉલ્કાપાતનું નામ મિથુન રાશિ એટલે કે, જેમિની તારામંડળ નામ પરથી રાખવામાં આવ્યું છે. ધૂમકેતુનો કાટમાળ પૃથ્વી તરફ આવે છે, ત્યારે અગ્નિ બની જાય છે. જેના કારણે આકાશમાં આતિશબાજી થતું હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. જે પૃથ્વીથી ૧૦૦થી ૧૨૦ કિમીની ઉંચાઈ પર થાય છે.