128-હાલોલ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત 17મી નવેમ્બર સુધી મોકલી શકશે

ગોધરા,
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે 128-હાલોલ વિધાનસભા મતદાર ભાગની ચૂંટણીની નોટીસ તા.10/11/2022 ના રોજ પ્રસિઘ્ધ કરેલ છે. જે અનુસાર ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર,ચૂંટણી અધિકારી અને પ્રાંત અઘિકારી, હાલોલ, રૂમ 304, ચૂંટણી અધિકારી, 128-હાલોલ વિઘાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અઘિકારી હાલોલની કચેરી, મુ. હાલોલ, તા.હાલોલ, જિ.પંચમહાલ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર હાલોલ મુ.હાલોલ, તા.હાલોલ, જિ.પંચમહાલ ખાતે મોડામાં મોડું તારીખ 17 મી નવેમ્બર- 2022 (ગુરૂવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11.00 વાગ્યાથી બપોરના 3.00 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે તેમ ચૂંટણી અધિકારી 128 હાલોલ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી હાલોલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.