ગોધરા,
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે 127-કાલોલ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીની નોટીસ તા.10/11/2022ના રોજ પ્રસિદ્ધ કરેલ છે, જે અનુસાર આ વિધાનસભા મતદાર વિભાગ માટે ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યકિત ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી, પંચમહાલ, ગોધરાને પહેલો માળ, મામલતદાર કચેરી કાલોલ ખાતે તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, કાલોલને પહેલો માળ, મામલતદાર કચેરી, કાલોલ, તા.કાલોલ, જિ.પંચમહાલ ખાતે મોડામાં મોડું તારીખ 17મી નવેમ્બર-2022 (ગુરૂવાર) સુધીમાં કોઈ પણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11-00 વાગ્યાથી બપોરના 3-00 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રો પહોંચાડી શકાશે તેમ ચૂંટણી અધિકારી 127 કાલોલ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.