ગોધરા,
ગોધરા વિધાનસભા ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી દ્વારા વાવડી બુર્ઝગ મેંદી બંગલા ખાતેથી સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ સી.કે.રાઉલજી દ્વારા ભવ્ય જીતનો વિશ્વાસ વ્યકત કર્યો.
126 ગો ધરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજીએ આજરોજ મહેંદી બંગલા પાર્ટી પ્લોટ ખાતેથી મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી હતી અને શહેરના મુખ્ય માર્ગો ઉપર થી રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી કચેરી વિધાનસભા ચુંંટણી અધિકારી સમક્ષ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ સી.કે.રાઉલજી દ્વારા ગોધરા બેઠક ઉપર થી મતદારો ભવ્ય વિજય અપાવશે. તેવેા વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.