124શહેરા વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત 17મી નવેમ્બર સુધી મોકલી શકશે

ગોધરા,
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે 124શહેરા વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીની નોટીસ તા.10/11/2022ના રોજ પ્રસિધ્ધ કરેલ છે. જે અનુસાર આ વિધાનસભા મતદાર વિભાગ માટે ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યકિત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, શહેરા, પ્રાંત કચેરી શહેરા, તાલુકા સેવાસદન, પહેલો માળ, શહેરા, જિ.પંચમહાલ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર શહેરા, તાલુકા સેવાસદન, પહેલો માળ, શહેરા, તાલુકા સેવાસદન, ભોંય તળીયે, શહેરા,જિ.પંચમહાલ ખાતે મોડામાં મોડું તારીખ 17મી નવેમ્બર2022 (ગુરૂવાર) સુધીમાં કોઈ પણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 1100 વાગ્યાથી બપોરના 300 વાગ્યા સુધીમાં નામાંકનપત્રો પહોંચાડી શકાશે તેમ ચૂંટણી અધિકારી 124- શહેરા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી શહેરા એક અખબારી યાદીમાં જણાવેલ છે.