122 લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા પટ્ટણ ગ્રામ ખાતે મેનુ ફેસ્ટો લોન્ચ કરાયો

  • પ્રત્યેક વ્યક્તિને 10 લાખ સુધીની મફત સારવારની જવાબદારી રાજ્ય સરકારની રહેશે, દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
  • ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું.
  • માફ, વીજળીનાં બિલ હાફ, સામાન્ય વીજ વપરાશકારોને 300 યુનિટ સુધી વીજળી મફત
  • 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે. 50 ટકા ઉપર નોકરીઓમાં મહીલાઓનો અધિકાર રહેશે.
  • સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણ.
  • દૂધ ઉત્પાદકોને દરેક લીટર ઉપર 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે.
  • છેલ્લા 20 વર્ષમાં થયેલા ભ્રષ્ટાચારની સ્ક્રૂટિની થશે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાંખવામાં આવશે.
  • ગુજરાતમાં 3000 સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલવામાં આવશે. દિકરીઓ માટે ઊંૠ થી ઙૠ સુધીની શિક્ષા સંપૂર્ણ મફત આપવામાં આવશે.

લુણાવાડા,

હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મહીસાગર જિલ્લાની 122 લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા જમા કોંગ્રેસ પાર્ટીના આઠ વચનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લોન્ચિંગમાં જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલ, પી.એમ.પટેલ પૂર્વ વિપક્ષ નેતા રાકેશભાઈ પંડ્યા, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ હર્ષદભાઈ પટેલ, લુણાવાડા તાલુકાના ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ તેમજ કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો ગામના સરપંચ મોતીભાઈ માછી સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ આ વખતે પરિવર્તન માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો.