મુંબઇ, મહારાષ્ટ્રમાં સંબંધને લાંછન લગાવે તેવી ઘટના બની છે. નવી મુંબઈમાં ૧૨ વર્ષના બાળકની બે ભાઈઓએ હત્યા કરી નાખી હતીં. મુંબઈ પોલીસે અત્યારે બન્ને હત્યારાઓને ઝડપી લીધા છે. મળતી વિગતો પ્રમાણે બંને વ્યવસાયે રાજ મિી છે. પોલીસે જાણકારી આપતા કહ્યું કે, નવી મુંબઈના એક તળાવમાંથી ૧૨ વર્ષના છોકરાનો મૃતદેહ મળ્યો હતો, જે બાદ બંને વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી જાણકારી પ્રમાણે આરોપીઓમાંથી એક જણે નવી મુંબઈના ઠાકુરપાડા વિસ્તારમાંથી એક બાળકનું અપહરણ કર્યું અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર જ્યારે છોકરાઓ રાડો પાડી ત્યારે આરોપીએ તેની મારીને હત્યા કરી નાખી. વિગતો પ્રમાણે તેના ભાઈએ લાશનો ઠેકાણે કરવામાં મદદ કરી કરી હતીં. છોકરાની લાશ નવી મુંબઈના તલોજા વિસ્તાર પાસે આવેલા એક તળાવમાંથી મળી હતીં.
પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું કે, ૨૫ માર્ચથી છોકરો લાપતા હતો. ઘરેથી રમવા બહાર નીકળ્યો હતો પછી પાછો જ નહોતો આવ્યો. જે બાદ તેના પરિવાર દ્વારા શીલ-દાયઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે છોકરાને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતીં. શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ તલોજા પાસેના તળાવમાંથી મળી આવ્યો હતો. બાળકના હાથ બાંધેલા હતા અને માથા પર ઈજાના નિશાન હતા. ટેકનિકલ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે હત્યાના આરોપમાં મોહમ્મદ કુદ્દુસ શેખ અને તેના ભાઈ આઝાદ કુદ્દુસ શેખની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બે આરોપી ભાઈઓમાંથી એકે બાળકની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકે તેનો પ્રતિકાર કર્યો અને અવાજ કર્યો. ત્યારબાદ આરોપીએ બાળકનું માથું પથ્થરથી કચડી નાખ્યું અને કપડાના ટુકડાથી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. તેના ભાઈએ તેને લાશનો નિકાલ કરવામાં મદદ કરી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.