અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ માર્ચે ગુજરાત પ્રવાસે આવશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને મોટી ભેટ આપશે. વડાપ્રધાનના હસ્તે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.૧૨ માર્ચે અમદાવાદ-મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવશે. તેમજ અમદાવાદ અને જામનગર વંદે ભારત દ્વારકા સુધી દોડશે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઓફ કરાવશે.
ફ્લેગ ઓફ ઉપરાંત ૧૩ સ્થળો પર ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. વધુ એક વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે શરુ થશે. જેમાં વંદે ભારત ટ્રેનને પ્રધાનમંત્રી લીલી ઝંડી આપશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં વેઇટિંગને જોતા આ નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદથી સવારે ૬ વાગે જયારે મુંબઈથી બપોરે ૩.૨૫ કલાકે ટ્રેન ઉપડશે. અમદાવાદ અને જામનગર વંદે ભારત ટ્રેન પણ દ્વારકા સુધી દોડાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૨ માર્ચે સાબરમતી ખાતે આવેલા વેસ્ટર્ન ફ્રેઈડ કોરીડોર હબની પણ મુલાકાત લેશે. બે વંદે ભારત સહિત વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેન ૧૬૦ કિલોમીટરની ઝડપે દોડશે.