આંધ્ર પ્રદેશ ૨ જૂનથી સત્તાવાર રાજધાની વિના છે, પરંતુ ૧૨ જૂનથી રાજ્યને તેની પ્રથમ સત્તાવાર રાજધાની મળશે. હૈદરાબાદથી લગભગ ૫૧૦ કિમી દૂર સ્થિત અમરાવતી આંધ્રની નવી રાજધાની બનશે. અહીં તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેને રાજધાની બનાવવા માટે અત્યાર સુધીમાં લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.૨૦૩૪ સુધીમાં કુલ ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે.ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તા જ્યોત્સના અનુસાર, આ કાર્યક્રમ સાથે અમરાવતી રાજધાની તરીકે કામ કરવાનું શરૂ કરશે.
જ્યોત્સના અનુસાર, અમરાવતીમાં શપથ લેવા પાછળનો સંદેશ એ છે કે હવેથી સરકાર અમરાવતીથી જ ચાલશે. સૌથી પહેલા સરકારી કર્મચારીઓ, ધારાસભ્યો, એમએલસીના ઘર બનાવવામાં આવશે. અમરાવતીને સત્તાવાર રાજધાની બનાવવાની જાહેરાત ચંદ્રબાબુ નાયડુની સરકાર દરમિયાન ૨૦૧૪માં કરવામાં આવી હતી, પરંતુ ૨૦૧૯માં જગન સીએમ બન્યા પછી અહીં કામ બંધ થઈ ગયું હતું. હકીક્તમાં, ૨૦૧૪થી અત્યાર સુધી હૈદરાબાદ તેલંગાણા અને આંધ્રની સંયુક્ત રાજધાની હતી, પરંતુ ૨ જૂનની સમયમર્યાદા પછી, હૈદરાબાદ તેલંગાણાની રાજધાની બની ગયું.
જો કે કેન્દ્ર સરકારે ૨૦૧૪માં અમરાવતીને આંધ્રની સંપૂર્ણ રાજધાનીનો દરજ્જો આપી દીધો હતો, પરંતુ અહીં કોઈ સચિવાલય, હાઈકોર્ટ, એસેમ્બલી ન હતી, તેથી હૈદરાબાદથી જ કામ ચાલી રહ્યું હતું. ૨૦૧૪માં જ્યારે નાયડુ સીએમ બન્યા ત્યારે તેમણે આંધ્રપ્રદેશ કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી હતી. ત્યારથી અમરાવતીમાં ૨૧૭ કિમી વિસ્તારને સિંગાપોરની જેમ બ્લુ ગ્રીન સિટી તરીકે વિક્સાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આના પર ૨૦ વર્ષમાં ૧.૦૯ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેમાં વિધાનસભા, હાઈકોર્ટ, સચિવાલય, ધારાસભ્યો, સાંસદો, એમએલસી અને સરકારી કર્મચારીઓના નિવાસસ્થાનોની સાથે ૧૪૪ સરકારી અને બિનસરકારી સંસ્થાઓની ઓફિસો બનાવવામાં આવનાર છે. શરૂઆતમાં આંધ્રની આથક સ્થિતિ ખરાબ હોવા છતાં ચંદ્રબાબુ નાયડુએ ૫૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ૨૦૧૯ સુધીમાં સચિવાલય, વિધાનસભા અને હાઈકોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના પ્રોજેક્ટમાંથી માત્ર ૫૦% જ પૂર્ણ થયા છે. ૨૦૧૯માં જગન મોહન સત્તામાં આવ્યા બાદ અહીં એક ઈંટ પણ નાખવામાં આવી નથી. હકીક્તમાં પ્રજ્ઞા વેદિકા કાર્યાલયને બુલડોઝ કરવામાં આવ્યું હતું.એપીસીઆરડીએ પ્રોજેક્ટ બંધ હતું. પાંચ વર્ષથી પ્રોજેક્ટ અટવાયેલો છે. જગન અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કુર્નૂલ એમ ત્રણ રાજધાની બનાવવા ઇચ્છતા હતા, પરંતુ પાંચ વર્ષમાં તેઓ ત્રણમાંથી એક પણ શહેરનો વિકાસ કરી શક્યા ન હતા. હવે ચંદ્રબાબુ ફરી કમબેક કરી રહ્યા છે.
આ પ્રોજેક્ટ માટે શરૂઆતમાં ૨૯ ગામોની ૫૪ હજાર એકર જમીનમાંથી ૩૯ હજાર એકર જમીન લેવામાં આવી છે. અહીં બનેલી ઈમારતો આજે પણ વેરાન પડી છે. જેમણે પ્રોજેક્ટ માટે એક એકરથી વધુ જમીન આપી હતી. અધિગ્રહણની રકમ સિવાય તેને દર વર્ષે ૩૦ થી ૫૦ હજાર રૂપિયા મળે છે. સહાય આપવામાં આવી રહી છે. જેમની જમીન એક એકરથી ઓછી છે અને ખેતી માટે છે તેમને દર મહિને ૨૫૦૦ રૂપિયા પેન્શન આપવામાં આવે છે.
૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં એનડીએ આંધ્ર પ્રદેશમાં પ્રચંડ બહુમતી સાથે જીત્યું છે. વિધાનસભાની ૧૭૫ બેઠકોમાંથી નાયડુની ટીડીપીને ૧૩૫ બેઠકો, પવન કલ્યાણની જનસેનાને ૨૧ અને ભાજપને ૮ બેઠકો મળી છે. ત્રણેય ગઠબંધનમાં છે. જગન મોહન રેડ્ડીની વાયએસઆરસીપીને માત્ર ૧૧ બેઠકો મળી છે. કોંગ્રેસ રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નથી. આ વખતે જગનની બહેન વાયએસ શમલા રેડ્ડી કોંગ્રેસનું નેતૃત્વ કરી રહી હતી. તે આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અયક્ષ છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસના પરંપરાગત મતદારો ભાઈ-બહેનના પક્ષો વચ્ચે વહેંચાઈ ગયા છે. કોંગ્રેસને ગુમાવવા માટે કંઈ નહોતું, પરંતુ વાયએસઆરસીપીને નુક્સાન થયું અને ભાઈ-બહેનની લડાઈમાં ટીડીપીને સીધો ફાયદો થયો