- 85 વર્ષથી વધુ ઉંમરના કુલ 64 સીનિયર સીટીઝન તથા કુલ 17 દિવ્યાંગ મતદારોએ ઘેર બેઠા મતદાન કર્યું.
નડિયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ખેડા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે 17-ખેડા લોકસભા મતવિસ્તારના 116- નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા અને 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જીલ્લા ચૂંટણી તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું.
116- નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ ઉંમરના નોંધાયેલા કુલ 67 મતદારો પૈકી 64 મતદારોએ મતદાન કર્યું. ઉપરાંત 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા નોંધાયેલા તમામ કુલ 13 મતદારોએ મતદાન કર્યું.
ઉલ્લેખનીય છે કે આગામી તા. 30 એપ્રિલના રોજ 118- મહુધા અને 120 કપડવંજ વિધાનસભા મતવિસ્તારમાં હોમ વોટીંગ યોજાશે.