સરગાસણમાં રહેતી 11 વર્ષની ફ્લોરા ભણવવામાં ખૂબ જ હોશિયાર છે. પરંતુ 7 મહિના પહેલા ફ્લોરને તાવ આવ્યો અને ત્યાર બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ફ્લોરાની તબિયત સારી ન થતા રિપોર્ટ કરાવ્યા હતા. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ફ્લોરને બ્રેઈન ટ્યુમર (Brain Tumor) છે. જોકે ફ્લોરના માતા પિતાને પણ ફ્લોરને બ્રેઈન ટ્યુમર છે તેનું જાણ થતાં જ પગ નીચેથી જમીન સરકી ગઇ. ફ્લોરનું સપનું કલેકટર (Ahmedabad collector) બનવાનું છે. ફ્લોરના માતા પિતાને વિચારતા હતા કે, ફ્લોરાનું સપનું કેવી રીતે પૂરું થશે. ત્યાર બાદ એનજીઓ સુધી ફ્લોરાની ઈચ્છા પહોંચી.એનજીઓ દ્વારા ફ્લોરાની ઈચ્છા પૂરી કરવા માટે અમદાવાદના કલેકટરને મળ્યા હતા.
“મારે કલેકટર બનવું છે” ફ્લોરાની આ ઈચ્છાની જાણ એક એનજીઓ દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે સુધી પહોંચી. અમદાવાદ કલેકટર સંદીપ સાગલે પણ ફ્લોરા વિશે માહિતી લીધી અને ફ્લોરાની ઈચ્છા પૂર્ણ કરવા માટે અમદાવાદ કલેકટરે પણ મહત્વનો નિર્ણય કર્યો. ફ્લોરાને અમદાવાદ જિલ્લાની એક દિવસની કલેકટર બનાવીને તેની ઈચ્છા પૂર્ણ કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે, ફ્લોરા ભણવામાં ખૂબ જ હોશિયાર છે. બ્રેઈન ટ્યુમરની બીમારી છે. ફ્લોરા કલેકટર બનવા માંગતી હતી.આજે કલેકટર બનાવીને ઈચ્છા પૂરી કરી છે. સાથે સારા સ્વાસ્થ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. સ્વસ્થ સારું થઈ જાય અને ફ્લોરા પોતાનું સપનું પૂરું કરવા માટે કાબિલ બને.
આજે બ્રેઈન ટ્યુમરથી પીડાતી ફ્લોરને અમદાવાદ જિલ્લાની એક દિવસ માટેની કલેકટર બનાવવામાં આવી. ફ્લોરનું અમદાવાદ કલેકટર કચેરીએ રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું અને કલેકટર સંદીપ સાગલે ફ્લોરાને તેમની ખુરશી પર બેસાડીને એક દિવસની કલેકટર બનાવી.ફ્લોરાએ કલેકટરના ચાર્જ લીધા બાદ.ગંગા સ્વરૂપા આર્થિક સહાયના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સાથે ફ્લોરનો 25 સપ્ટેમ્બરના જન્મ દિવસ છે. ત્યારે કલેકટરનો ચાર્જ લેતા જ કલેકટર ઓફિસમાં કેક કાપીને જન્મદિવસ ઉજવી કરવામાં આવી. કલેકટર સંદીપ સાગલે ગિફ્ટ આપીને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે કલેકટર સંદીપ સંગલે ભાવુક થયા હતા.