બાલાસિનોરના જેઠોલીમાં ખુલ્લા આભ નીચે ભણવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા.
બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામ ખાતે 2021 ની સાલમાં જેઠોલી ગામની પ્રાથમિક શાળામાં 11 ઓરડાઓ પૈકી આઠ ઓરડાઓ જર્જરિત અવસ્થામાં હોવાનો હુકમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હોવાછતાં આજદિન સુધી ઓરડાઓ જૈસેથીની સ્થિતિમાં હોવાથી બાળકોને જીવના જોખમ સાથે તેમજ ખુલ્લા આભ નીચે ભણવવાનો વારો આવ્યો છે.
સંતરામપુરના નર્સિંગપુરમાં વાલીઓની બેદરકારીના બાળકો બાળ મજુરી કરતા જોવા મળ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના જેઠોલી પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા આવે છે. આ શાળાના કુલ 351 બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આ શાળામાં બાળકોને અભ્યાસ કરવા બેસવા માટે કુલ 11 ઓરડાઓ છે. પરંતુ 11 ઓરડાઓ પૈકી 8 ઓરડાઓ અતિ જર્જરિત થઈ જતાં 22 ડિસેમ્બર 2021ના રોજ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જર્જરિત થતાં ઓરડા બંધ કરવા માટેનો હુક્મ કરવામાં આવ્યો છે. જ્યારે આ જર્જરિત ઓરડામાં બાળકોને ન બેસાડવા તેમજ અનેક શરતી હુક્મ પણ કરવામાં આવ્યો છે. તેમજ બાળકોને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ ભગવાન ભરોસે જર્જરિત ઓરડાઓમાં શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બેસાડવામાં આવતા હતા, જ્યારે હવે અન્ય બાળકોને ખુલ્લામાં બેસાડવા આવે છે.શાળાના આચાર્ય નીરૂબેન ચારણનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, હું ફોનમાં કઈ કહી ન શકું તેમ કહી છટકબારી શોધી હતી.