
મુંબઇ, મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ આઇપીએલ ૨૦૨૩ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ચેન્નાઈએ ક્વોલિફાયર ૧માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં ટિકિટ બુક કરી હતી.
આઇપીએલ ૨૦૨૩ માં સીએસકે મેચ જીતશે કે નહીં તેના કરતાં ધોનીની નિવૃત્તિની ચર્ચા વધુ હેડલાઇન્સ બનાવતી રહી છે.આઇપીએલ ૨૦૨૪માં ધોની રમશે કે નહીં? સીઝનની શરૂઆતથી જ આને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે પણ દરેક માત્ર અનુમાન લગાવી રહ્યા છે. ધોનીએ પણ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી. આ બધાની વચ્ચે સીએસકેના કોચે આઇપીએલમાંથી ધોનીની નિવૃત્તિને લઈને મોટો દાવો કર્યો છે.
એક વાતચીતમાં ડ્વેન બ્રાવોએ માહીને આવતા વર્ષે રમવાના પ્રશ્ર્ન પર કહ્યું કે, “સો ટકા. ખાસ કરીને, ઇમ્પેક્ટ પ્લેયર નિયમ સાથે. તે તેની કારકિર્દીને લંબાવતો રહેશે. ધોની ખૂબ ઊંડાણથી બેટિંગ કરે છે. મને લાગે છે કે અજિંક્ય રહાણે, શિવમ દુબે… આ લોકો ઘણો ફરક પાડે છે. તમારે એમએસ પાસેથી વધુ જરૂર નથી, પરંતુ જ્યારે ટીમ દબાણમાં હોય ત્યારે તે શાંત રહેવાની ક્ષમતા ધરાવે છે.