મુંબઈઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ખૂબ જ પર્સનલ કહેવાય એવા લોકો છે. આ કપલ પોતાની પ્રાઈવસીને લઈને ખૂબ જ સાવધ રહે છે અને તેથી જ તેઓ સામાન્ય રીતે નથી ઈચ્છતા હોતા કે તેમનું અંગત જીવન હેડલાઈન્સમાં રહે. પરંતુ, જ્યાં એક તરફ બંને લાઈમલાઈટથી દૂર રહે છે, તો બીજી તરફ તેમના ફેન્સ પણ છે જેઓ તેમના વિશે જાણવા હંમેશા ઉત્સુક હોય છે. અનુષ્કા શર્મા તેની બીજી પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી હેડલાઈન્સમાં છે, પરંતુ અભિનેત્રીએ હજુ સુધી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે હમણાં હમણાં અનુષ્કા-વિરાટનો એક વીડિયો ચોક્કસ હેડલાઇન્સમાં જોવા મળ્યો છે, જેમાં બંને એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે.
આ વિડીયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીની અફવાઓ પણ હેડલાઈન્સ બનાવી રહી છે. ગયા મહિને હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પછી આ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે અભિનેત્રી ક્રિકેટર-પતિ વિરાટ કોહલી સાથે તેના બીજા બાળકની માતા બની શકે છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, “અનુષ્કા તેના બીજા બાળકની રાહ જોઈ રહી છે. છેલ્લી વખતની જેમ, તેઓ ઔપચારિક રીતે પાછળથી લોકો સાથે સમાચાર શેર કરશે.
ખાસ વાત એ છે કે આ વીડિયોમાં અનુષ્કા શર્મા પોતાના બેબી બમ્પને કાળા રંગના લુઝ કપડામાં છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે, જેના કારણે અભિનેત્રીની પ્રેગ્નન્સીની ચર્ચા વધુ તેજ બની છે. કારણ કે, તેમાં અભિનેત્રીનો બેબી બમ્પ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વાયરલ ક્લિપ, જે કથિત રીતે બેંગલુરુની એક હોટલની છે, તેમાં અનુષ્કા તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે હાથ જોડીને ચાલતી જોવા મળે છે.
ભારત વિ નેધરલેન્ડ વર્લ્ડ કપ મેચ માટે વિરુષ્કા બેંગલુરુ ગયા છે, જે 12 નવેમ્બરે દિવાળીના રોજ યોજાનાર છે. અનુષ્કા-વિરાટના ઘણા ચાહકોએ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે કહ્યું હતું કે અનુષ્કા 100 ટકા પ્રેગ્નેન્ટ છે. એક પ્રશંસકે લખ્યું હતું કે, “બીજો વિરાટ આવી રહ્યો છે.” અન્ય યુઝરે શેર કર્યું, “તે કદાચ ગર્ભવતી છે.” ત્રીજી ટિપ્પણીએ કહ્યું, “આ સારા સમાચાર છે માશાઅલ્લાહ! અલ્લાહ તેને વધુ આશીર્વાદ આપે.”
વિરાટનું આ વર્લ્ડકપમાં પ્રદર્શન પણ જોરદાર રહ્યું છે. તેણે વન ડે ક્રિકેટમાં 49મિ સદી પૂરી કરી દીધી છે સચિન તેંડુલકરનાં રેકોર્ડની બરાબરી કરી છે. બંનેની પહેલી દીકરી વામીકા પણ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે અને લોકો તેને જોવા માટે તત્પર રહેતા હોય છે.