અમદાવાદ,
મોંઘવારીના માર બાદ વધુ એક માર ગુજરાતના નાગરિકો પર પડવા જઈ રહ્યો છે. ગુજરાતના બજેટ પહેલા વિવિધ શહેરોના મ્યુનિસિપલ બજેટ રજૂ થવા જઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદ અને સુરતના નાગરિકો પર બોજો ઝીંકાયો છે. અમદાવાદ અને સુરતનું મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ડ્રાટ બજેટ રજૂ કરાયું છે. જેમાં ૧૦ વર્ષ બાદ અમદાવાદીઓના મિલ્ક્ત વેરામાં વધારો કરાયો છે. તો બીજી તરફ, સુરત મનપાએ વેરામાં વધારો કર્યો છે. સુરતમાં પહેલા ૧૦ રૂપિયા હતો તે વધારી ને ૧૪ રૂપિયા કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશ્ર્નર એમ.થેન્નારસન એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૩-૨૪ નું ડ્રાટ બજેટ રજૂ કરાયું છે. ગત વર્ષના રૂ.૮૧૧૧ કરોડના ડ્રાટ બજેટ ની સામે રૂ.૮૪૦૦ કરોડનું બજેટ રજૂ કરાયું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્ર્નરના ડ્રાટ બજેટ મામલે અત્યંત મોટા અને ઝટકો લાગે તેવા સમાચાર એ છે કે, ૧૦ વર્ષ બાદ અમદાવાદીઓના મિલ્ક્ત વેરામાં વધારો કરાયો છે. રહેણાંક મિલ્ક્તો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. ૭ નો વધારો કરી ૨૩ રૂ કરાયા છે. કોમશયલ મિલ્ક્તો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. ૯ નો વધારો કરી રૂ ૩૭ કરાયા છે. જોકે, પાણી અને કોન્ઝર્વન્સી વેરામાં હાલ કોઈ વધારો ન કરાયો નથી.
અમદાવાદની જેમ સુરત મનપાએ પણ વેરામાં વધારો ઝીંક્યો છે. પહેલા ૧૦ રૂપિયા હતો તે વધારી ને ૧૪ રૂપિયા કરવામાં આવ્યો છે. એરિયાવાઇસ અને સ્કવેર ફૂટ પર વેરો લેવામાં આવે છે. ત્યારે આ નિર્ણયથી સુરત મનપાને ૩૦૦ કરોડ રૂપિયાની વેરાની આવક વધશે. સુરત મનપાએ ૧૨ વર્ષના અંતરાલ બાદ વેરામાં વધારો કર્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ થયેલા ડ્રાટ બજેટમાં રહેણાંક અને બિન રહેણાંક મિલક્તો ઉપર વેરો વધારવામાં આવ્યો છે કુલ મળીને ડ્રાટ બજેટમાં ૩૦૭ કરોડ જેટલો વેરો સુરતી ઉપર ઝીંકવામાં આવશે.રહેણાંક મિલ્ક્તોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. ૪ નો વધારો બિન રહેણાંક મિલ્ક્તોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. ૧૦નો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજીત વધારો રૂ ૧૫૨.૧૮ કરોડ.યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો રૂ. ૧૪૮.૬૬ કરોડ. ૭ વોટર મીટર ચાર્જીસમાં વધારો રૂ. ૬ કરોડ. અંતર્ગત ઈલેકટ્રીક વાહનો માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં ૭૫% ની રાહત.નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે ૮૨૪ કરોડની માતબર જોગવાઈ કરાઈ કરવામાં આવ્યું છે. મેસેજ કરીને નવા વેસ્ટ કરેલા વિસ્તારની અંદર પાણી અને રોડ અને વીજળીને સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવશે સુરેશ શહેરના નવા સીમાનકાળ કરાયેલા વિસ્તારોમાં હજી સુધી કોઈ મોટા સુવિધા ના કામ પૂર્ણ થયા નથી પરંતુ વર્ષ ૨૦૨૩૨૪ માં કામને ઝડપથી આગળ વધારવા માટેની કામગીરી કરવામાં આવશે.સુરત મહાનગરપાલિકા દ્વારા કેપિટલ પ્રોજેક્ટ ની પાછળ ૩૫૧૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરાવ્યો છે. કેપિટલ ખર્ચ પાછળ સૌથી વધુ ખર્ચ કરવા પાછળ રહેતો લોકોને સુવિધાઓને ઝડપથી પૂરી પાડવા માટેનો છે. ઇન્ટેવેલ અને ફ્રેન્ચ વેલની ઝડપથી કરવામાં આવશે ને કામગીરી પણ કરવામાં આવશે. સુરત શહેરમાં નવા ત્રણ બ્રિજ બનાવવા માટે કરવામાં આવ્યું છે.