ગરીબ કે મધ્યમ વર્ગના દરેક માણસ જીવનમાં કરોડપતિ બનવાનું સપનું જોતા હોય છે પરંતુ બહુ ઓછા લોકો આ સપનું સાકાર કરી શકતા હોય છે. જોકે નિષ્ણાંતોનું માનવું છે કે, જો સમયસર સાચી યોજના બનાવીને બચત અને રોકાણ કરવામાં આવે તો, કરોડપતિ બનવાનું સપનું ખૂબ જ સરળતાથી પૂરુ કરી શકાય છે. અહીં અમે તમને એવો જ એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેને અજમાવવાથી આવતા 10 વર્ષમાં તમારી ગણતરી કરોડપતિઓમાં થવા લાગશે.
પહેલાં પગારથી આ કામ શરૂ કરો
નોકરી મળી જાય અને પહેલો પગાર આવે ત્યારથી જ નક્કી કરવું કે મારો આટલો જ પગાર છે. બીજા પૈસા તમારે માર્કેટમાં રોકાણ કરવા જોઈએ. માર્કેટ અને ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ કરોડપતિ બનવાની ફોર્મ્યુલા જણાવતા હોય છે. એટલે કે, રોકાણને શિસ્તનો ભાગ બનાવવાની સાથે સાથે પહેલાં પગારને પાર્ટીમાં એટલે કે દોસ્તોની પાછળ ઉડાડવાને બદલે યોગ્ય જગ્યાએ રોકાણ કરો. લાંબા ગાળામાં મોટી રકમ બનાવવા માટે, પ્રથમ પગારથી જ તેનો એક ભાગ અલગ રાખો. ખર્ચની બાબતમાં દરેક જરૂરી તકેદારી રાખો અને જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ પગારમાંથી મોટા પ્રમાણમાં ખર્ચ કરો. એટલે કે, જરૂરી ખર્ચો ઉપાડ્યા પછી, પગારનો જે ભાગ બચે છે, તે યોગ્ય રીતે પસંદ કરેલ ઇક્વિટી અને બેલેન્સ ફંડ્સમાં એસઆઈપી શરૂ કરો.
અમીર બનવાનું સિક્રેટ
એસઆઈપીમાં સારા વળતર માટે યોગ્ય ફંડની પસંદગી કરવી જરૂરી છે. એવામાં લગભગ 10 વર્ષની મુદતવાળા મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય રોકાણો કરવામાં આવે તે ખૂબજ કારગર સાબિત થઈ શકે છે. તેના માટે એક્સપર્ટ ફાઇનાન્સ એડવાઇઝરની મદદ લઈ શકે છે. અમીર બનવા માટેના બે સાધારણ અને સરળ સીક્રેટ છે કે જલ્દી રોકાણની શરૂઆત કરો અને નિયમિત રીતે રોકાણ કરો.
જો કે આ બંને દરેકને દેખાતા તો હોય છે, પરંતુ બહુ ઓછા લોકોનું આ તરફ ધ્યાન જાય છે. એટલે કે આ ટિપ્સને જાણ્યા પછી થોડા જ લોકો આગળ વધી શકે છે. તમે તેને એવી રીતે પણ સમજી શકો છો કે બધા જાણે છે પણ માનવાનું બહુ ઓછા લોકો પસંદ કરે છે.
આ રીતે 10 વર્ષમાં કરોડપતિ બનો
ચોક્કસ સમયમર્યાદામાં કરોડપતિ બનવાના પ્રશ્ન પર માર્કેટિંગ એક્સપર્ટ કહે છે કે જો તમે દર મહિને 40 થી 50 હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તો 10 વર્ષમાં કુલ રોકાણ લગભગ 50 લાખ રૂપિયા થઈ જશે. જો તમને આના પર 11 ટકા વળતર મળે તો પણ 10 વર્ષમાં તમારું રોકાણ સરળતાથી વધીને 1 કરોડ રૂપિયા થઈ જશે. આ વસ્તુ 12% ના ચક્રવૃદ્ધિ વ્યાજ અનુસાર10 વર્ષમાં 1 કરોડ રૂપિયાથી ઓછું નહીં થાય. નોંધનીય છે કે મોટી રકમ તૈયાર કરવા માટે શિસ્ત સાથે કરવામાં આવેલું રોકાણ અમીર બનાવવા માટે સૌથી અસરકારક છે, જેમાં તમારું આયોજન કરવા માટે સૌથી પહેલા બુદ્ધિશાળી હોવું મોટી ભૂમિકા ભજવે છે.