૧૦ કરોડના ઇનામ સામે ’૧૦ રૂપિયાનો કાંસકો કાફી છે’ ઉદયનિધિ સ્ટાલિનનો કટાક્ષ

ચેન્નાઇ, ઉદયનિધિ સ્ટાલિને પોતાના જીવના કથિત જોખમને નકારી કાઢયું છે. તેમણે કહ્યું કે તેઓ તે વ્યક્તિના પૌત્ર છે જેમણે તામિલનાડુ માટે પોતાનું જીવન દાવ પર લગાડી દીધું અને આવાં જોખમો બાબતે ચિંતત નહોતા.

હકીક્તે, ઉત્તરપ્રદેશમાં એક સંતે સનાતન ધર્મ પરની તેમની ટિપ્પણીઓથી જાગેલા ભારે વિરોધ દરમિયાન રમતગમત મંત્રીનું માથું વાઢી લાવવા બદલ ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટમાં અયોધ્યાના તપસ્વી છાવણી મંદિરના મુખ્ય પૂજારી પરમહંસ આચાર્યનો આધાર ટાંક્યો છે કે, જે કોઈ સ્ટાલિનનું માથું કાપીને મારી પાસે લાવશે તેને હું ૧૦ કરોડ રૂપિયા રોકડા ઇનામ આપીશ. જો કોઈ સ્ટાલિનને મારવાની હિંમત નહીં કરે તો હું જાતે તેને શોધીશ અને મારી નાખીશ. આ અંગે ચેન્નઈમાં એક કાર્યક્રમમાં બોલતાં ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે ઉત્તરપ્રદેશમાં પરમહંસ આચાર્યએ ઘોષણા કરી છે કે તેઓ સનાતન (ધર્મ) વિશે વાત કરવા બદલ મારું માથું મુંડાવવા માટે ૧૦ કરોડ રૂપિયા આપશે. ધમકી પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે, મારું માથું હોળવા માટે ૧૦ રૂપિયાનો કાંસકો કાફી છે.