01 સપ્ટેમ્બર થી આણંદ-ગોધરા મેમુ ટ્રેનના સમયમાં ફેરફાર

ગોધરા, પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા આણંદ-ગોધરા વચ્ચે દોડતી ટ્રેન નંબર 09349 આણંદ-ગોધરા મેમુના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1લી સપ્ટેમ્બર, 2023 થી આ ટ્રેન આણંદ સ્ટેશનથી 30 મિનિટના વિલંબ સાથે એટલે કે તેના હાલના 11.45 કલાકના સમયને બદલે 12.15 કલાકે ઉપડશે અને 14.30 કલાકે ગોધરા સ્ટેશન પહોંચશે.

ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેબસાઇટ www. enquiry. indianrail.gov.in ની મુલાકાત લો.