નવીદિલ્હી,
રાજધાની દિલ્હીમાં ૧ જાન્યુઆરીથી ૪૫૦ પ્રકારના મેડિકલ ટેસ્ટ ફ્રી કરવામાં આવશે. આ ટેસ્ટ કેજરીવાલ સરકારના મોહલ્લા ક્લિનિક્સ અને સરકારી હોસ્પિટલોમાં મફતમાં થશે. અત્યાર સુધી ૨૧૨ પ્રકારના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યા છે.
નવા વર્ષ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોને એક મોટી ભેટ આપશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોગ્ય વિભાગના એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
હવે ૧ જાન્યુઆરીથી રાજધાની દિલ્હીમાં ૪૫૦ પ્રકારના મેડિકલ ટેસ્ટ ફ્રી થશે. આ ટેસ્ટ કેજરીવાલ સરકારના મોહલ્લા ક્લિનિક્સ અને સરકારી હોસ્પિટલોમાં મફતમાં થશે. અત્યાર સુધી ૨૧૨ પ્રકારના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.કેજરીવાલ હેલ્થકેર પણ મોંઘી બની છે. ઘણા લોકો ખાનગી આરોગ્યસંભાળ પરવડી શક્તા નથી. દિલ્હી સરકારના આ નિર્ણયથી આવા તમામ લોકોને મદદ મળશે.