દોઢમાસની બાળકીનું રસીકરણના ૧૯ કલાક બાદ શંકાસ્પદ મોત થયું

સુરતમાં દોઢ માસની માસૂમ બાળકીનું રસી મુક્યાના ૧૯ કલાક બાદ મોત થયું હોવાની ઘટના સામે આવી છે.બાળકીના માતાએ નજીકની આંગણવાડીમાં જઈને બાળકીને રસી મુકાવી હતી. રસી મુક્યા બાદ સવારે બાળકીના નાકમાંથી લોહી નીકળ્યું હતું.

બાળકીની તબિયત ખરાબ થતા ક્તારગામ આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે લઈ જવાઈ હતી.જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે રસી આપ્યાથી આડઅસર થઈ હોય તેવા લક્ષણો નથી.

ડૉક્ટરોએ તેમને બાળકનો નિષ્ણાતને દેખાડવા સલાહ આપી. જે બાદ પરિવાર બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો.જ્યાં ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી. આમ નાની બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું. પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.