હાલોલ રેકડી પાસે ભ્રષ્ટાચારની કબર, રાહદારીની સમાધિ બને તે પહેલા પૂરાવો જરુરી

હાલોલ નગર ખાડા નગર બન્યું છે ચોમાસામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ગાબડા પડેલા દેખાય છે ત્યારે છેલ્લા બે દિવસથી વડોદરા રોડ ઉપર આવેલી રેકડી ત્રણ રસ્તા પાસે કબર આકારનો ભુવો પડ્યો છે જે રાહદારીઓ માટે જોખમ રૂપ છે. ભુવાની 10 મીટરના અંતરે નૂતન બ્રાન્ચ શાળા તેમજ તેટલા જ અંતરે હોસ્પિટલ આવેલી છે અહીંથી રોજના અસંખ્ય મોટરસાયકલ તેમજ કાર પસાર થાય છે રોજબરોજ આ કબર જેવો ભૂવો ધીરે ધીરે ઊંડો થતો જાય છે જો કોઈ અજાણ્યો વાહન ચાલક રાત્રિના સમયે આવે તો આ ભુવો તેના માટે સમાધિ સાબિત થશે તંત્ર દ્વારા તાત્કાલિક આ ભુવો પુરવામાં આવે તેવી લાગણી સ્થાનિક રહીશોએ વ્યક્ત કરી છે.