આખરે કેન્દ્ર સરકારે કર્મચારીઓને પેન્શનનો મુદ્દો પોતાની પ્રાથમિક્તાઓમાં સામેલ કરતાં આ ગૂંચને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે જૂની પેન્શન અને એનપીએસ વચ્ચેનો રસ્તો કાઢીને કર્મચારીઓના હિતોને પ્રાથમિક્તા આપી છે, સાથે જ રાજકોષીય દબાણને પણ ઘટાડયું છે. હાલમાં જ જાહેર એકીકૃત પેન્શન સ્કીમથી કર્મચારીઓની આથક સુરક્ષાને આધાર મળશે. જેમાં એક નિશ્ર્ચિત પેન્શન, ફેમિલી પેન્શનનું આશ્ર્વાસન તથા ફુગાવાના દબાણથી રાહતનો પ્રયાસ સામેલ છે. આ યોજનામાં સેવાનિવૃત્તિ પહેલા વર્ષમાં બાર મહિનાના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા પેન્શન રૃપે મળશે. જેમાં કર્મચારીનું યોગદાન તો દસ ટકા જ રહેશે, પરંતુ સરકારનું યોગદાન ૧૪ ટકાથી વધીને ૧૮.૫ ટકા થઈ જશે.
આ લાભ ૨૫ વર્ષની સેવા બાદ મળશે, પરંતુ દસ વર્ષની સેવાવાળા વ્યક્તિને પણ દસ હજાર પેન્શનનો લાભ મળશે. નિ:સંદેહ આ નિર્ણયના રાજકીય નિહિતાર્થોને નજરઅંદાજ ન કરી શકાય. આ ઘોષણા એવા સમયે કરવામાં આવી છે જ્યારે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જાહેર કરાઈ છે અને વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી થવાની છે. અસલમાં છેલ્લા કેટલાક વર્ષમાં વિપક્ષી દળોએ કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગને હવા આપતાં તેને રાજકીય મુદ્દો બનાવ્યો હતો. હિમાચલ પ્રદેશમાં આવેલ પરિણામોનું મોટું કારણ જૂની પેન્શન યોજના મુદ્દો હતો.
જોકે જૂની પેન્શન યોજના લાગુ કરવાથી ભારે આથક દબાણની ચિંતા હતી, એટલે જ ગયા વર્ષે આરબીઆઇએ ઓપીએસના વિકલ્પની પસંદગી કરનારા રાજ્યો પર વધનારા આથક દબાણની ચિંતા વ્યક્ત કરી હતી. એનાથી સરકારોની રાજકોષીય ખાધ નિરંતર વધવાનો પણ ખતરો હતો. જેને કારણે આ યોજનાને ૨૦૦૪માં ખતમ કરવામાં આવી હતી. પછી એ રસ્તે પાછા ફરવું વ્યાવહારિક તો ન જ હતું.
અસલમાં એનડીએ સરકારનું કહેવું છે કે એકીકૃત પેન્શન યોજના નાણાંકીય અનુશાસનને અનુરૃપ છે, જે સરકાર દ્વારા આથક સહાયતાની સાથે જ કર્મીઓના અંશદાનથી મૂર્ત રૃપ લે છે. જેને જ્યાં એક તરફ સેવાનિવૃત્તિ બાદ કર્મીઓના આથક સુરક્ષા મળી શકશે, જ્યારે રાજકોષીય વિવેક પણ જળવાઈ સેરહેશે. અસલમાં વિપક્ષી દળો દ્વારા જૂની પેન્શનને મુદ્દો બનાવ્યા બાદ કેન્દ્ર સરકારે એના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કર્યો. પછી એપ્રિલ ૨૦૨૩માં તત્કાલીન વિત્ત સચિવ ટીવી સોમનાથની આગેવાનીમાં બનેલ કમિટીએ ચિંતન ઉપરાંત જે ભલામણ સરકારને સોંપી, ગયા શનિવારે મોદી સરકારના મંત્રીમંડળે તેને લીલી ઝંડી આપી દીધી.
દેશમાં એકીકૃત પેન્શન યોજનાને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. વિપક્ષો પણ વિરોધ કરવાને પદલે કહી રહ્યા છે કે તેમના અભિયાનને કારણે આ પેન્શન યોજના અસ્તિત્વમાં આવી. એ સુખદ છે કે લોક્તાંત્રિક પ્રક્રિયા દ્વારા કર્મચારીઓના હિતમાં સકારાત્મક બદલાવ સંભવ થયો. આગામી વર્ષમાં પહેલી એપ્રિલે લાગુ થનારી આ યોજનાથી કેન્દ્રના ૨૩ લાખ કર્મચારીઓને સેવાનિવૃત્તિ બાદ યોજનાનો લાભ મળશે અને જો રાજ્ય યોજનાને લાગુ કરે ચે તો તેનો લાભ નેવું લાખ કર્મચારીઓને મળશે. જ્યારે કર્મચારીઓ માટે એનપીએસના વિકલ્પ પણ ખુલ્લા રહેશે.
બીજી તરફ સરકારે ખાનગી ક્ષેત્રના કરોડો કર્મચારીઓની આથક અસુરક્ષાને અનુભવતાં તેમને નવી પેન્શન સ્કીમનો લાભ આપવાની દિશામાં વિચારવું જોઇએ. જોકે કેન્દ્ર સરકારે મયમ વર્ગને એક રાહત આપવાની કોશિશ તો ચોક્કસ કરી છે.