મુંબઈનાં સૌથી મોટા સ્લમ વિસ્તાર ગણાતા ધારાવીમાં સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે કરાયેલા પ્રયાસોની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રશંસા કરી છે. WHO તરફથી કહેવામાં આવ્યું છે કે, ધારાવીમાં કોરોના વાઈરસને રોકવા માટે કરાયેલા પ્રયાસોનાં પગલે આજે આ વિસ્તાર કોરોનાથી મુક્ત થવાની નજીક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એ પણ જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય એકતા અને વૈશ્વિક એક જૂટતાની સાથે મળીને જ આ મહામારીને અટકાવી શકાય તેમ હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ તરફથી કહેવામાં આવ્યું છે કે, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને મુંબઈની ધારાવીમાં ટેસ્ટિંગ, કોન્ટેક ટ્રેસિંગ, આઈસોલેશન જેવી સાવધાની અને સમય પર સારવાર જેવા પ્રયાસોના કારણે સંક્રમણની ચેઈન તોડવામાં સફળતા મળી છે. જૂન મહિનામાં ધારાવીમાં સંક્રમણ ઉચ્ચ સ્તરે હતો. જો કે સામુદાયીક પ્રયાસોના કારણે અને જૂલાઈ આવતા સુધીમાં સંક્રમણના ફેલાવા સામે ઘણા અંશે નિયંત્રણ મેળવી શકાયું છે.