શાઓમીના સ્માર્ટફોનની સાથે સાથે તેના ફિટનેસ બેન્ડને પણ યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે કંપનીના એમઆઈ બેન્ડ 4 એ વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે. માહિતી અનુસાર, 2019 ના ત્રીજા ક્વાર્ટરથી લઈને 2020 ના પ્રથમ ક્વાર્ટર સુધી તે વિશ્વની સૌથી વધુ વેચાચી વેરીએબલ બેન્ડ રહી છે. શાઓમીએ કેનાલિસના અહેવાલને ટાંકીને પોતાના એક ટ્વીટમાં આ વાત કરી હતી.
અહિં નોંધવું રહ્યું કે કંપનીએ થોડા સમય પહેલા ચાઇનીઝ માર્કેટમાં એમઆઈ બેન્ડ 5 લોન્ચ કરી છે. કંપની હવે તેને વૈશ્વિક બજારમાં રજૂ કરવા જઈ રહી છે. ભારતમાં પણ આ ફિટનેસ બેન્ડને 2,499 રૂપિયાની કિંમતમાં લાવવામાં આવી શકે છે.
શાઓમીની પહેલી ફિટનેસ બેન્ડ એમઆઈ બેન્ડ લોન્ચ થયા બાદથી કંપનીની આ પ્રોડક્ટ ઘણી હીટ રહી છે. 2016માં, કંપની તેનું બીજું મોડેલ Mi બેન્ડ 2 લાવી. તેવી જ રીતે, આજ સુધીમાં કંપની પાંચ ફિટનેસ બેન્ડ લાવી છે. ઉલ્લેખનીય છે કે, 9 મહિનામાં શાઓમીએ 1 મિલિયનથી વધુ એમઆઈ બેન્ડ વેચ્યા હતા. ત્યારે, એમઆઈ બેન્ડ 2 એ આ આંકડો ફક્ત બે મહિનામાં પૂર્ણ કરી લીધો હતો. મી બેન્ડ 3 વેચાણ મામલે એક ડગલું આગળ નીકળી ગઈ અને 17 દિવસમાં 10 લાખ યુનિટ વેચાયા.
એમઆઈ બેન્ડ 4 માં વપરાશકર્તાઓને 0.95 ઇંચની કલર એમોલેડ ફુલ-ટચ ડિસ્પ્લે મળે છે. તે ડેઈલી એક્ટિવિટી ટ્રેકિંગ સાથે 24-કલાક હાર્ટ રેટ મોનિટરિંગ કરે છે. આ બેન્ડ 50 મીટર સુધી વોટર રેસિસ્ટન્ટ છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી 20 દિવસનો બેકઅપ આપે છે. તેમાં 6 વિવિધ સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે.