લુણાવાડા તાલુકાની જામાંપગીના મુવાડા પ્રા.શાળા 5 શિક્ષકોની કચ્છમાં બદલી વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી

  • શિક્ષઓએ વાલીઓને સમજાવ્યા બાદ ગેટનું લોક ખોલતા બાળકોને શાળાની બહાર મેદાનમાં ભણાવવાની ફરજ પડી.

લુણાવાડા,

ભારતીય સંસ્કૃતિની સભ્યતાનો બાળકો અને યુવાનો આદર કરે અને ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે લુણાવાડા તાલુકાની જામાંપગીના મુવાડા અને કડાણા તાલુકાની રણકપુર સરકારી પ્રાથમિક શાળામાં બળાત્કારી આશારામનું બેનર લગાવવામાં આવ્યું તેમજ ખુરશીમાં આસારામનો ફોટો મૂકી તેના પર ફૂલ હાર ચઢાવીને તેની આરતી ઉતારવામાં આવી હતી. જામાંપગીના મુવાળા અને રણકપુર પ્રાથમિક શાળામાં યોજાયેલ માતૃ પિતૃ પૂજન દિવસના કાર્યક્રમ દરમ્યાન જેલમાં બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામની આરતી ઉતારવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં અનેક નેતાઓ પણ ત્યાં હાજર હતા અને આરતી ઉતાતતા હોય તેવુ વીવિયો ફોટોમાં જોવાઇ રહ્યું હતું. તેમજ કાર્યક્રમમાં હાજર કેટલાક લોકો અને શિક્ષકો આશારામી આરતી ઉતારી હોય તેવુ પણ જોવા મળી રહ્યું હતું. સમગ્ર બનાવના વીડિયો ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે જે બાબતે શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી દ્વારા 5 શિક્ષકોને મહીસાગર જિલ્લામાંથી કચ્છ જિલ્લામાં બદલી સાથે ખાતાકીય તાપસ આદેશ એવાં આવ્યા હતો. જેને લઈ વાલીઓ દ્વારા આજ શક્ષકો જોઈએ જેવા નારા સાથે સ્કૂલને તાળાબંધી કરવામાં આવતા શિક્ષકો દ્વારા બાળકોને શાળાની બહાર મેદાનમાં ભણાવવાની ફરજ પડી હતી.

બોક્ષ:-

નવા શિક્ષકો આવે તો અમારા છોકરાઓ ક્યાં વિષયમાં કઈ બાબતમાં હોશિયાર છે અને કઈ બાબતમાં હોશિયાર નથી જે ન જાણે જેથી અમારા છોકરાઓનું ભવિષ્ય બગડે જેથી અમારે આજ શિક્ષકો જોઈએ અને જ્યાં સુધી બદલી મોકૂફ નહીં રહે ત્યાં સુધી અમે તાળું ખેલવા દેવાના નથી., કાળીબેન કિરીટભાઈ, વાલી.

બોક્ષ:-

આજે સવારે અમે આવ્યા ત્યારે શાળાનો ગેટનો દરવાજો બંધ હતો અને બહાર વાલીઓનું ટોળું હતું. જેથી અમે વાલીઓને સમજાવ્યા કે બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય બગડે છે. જેથી લોક ખોલી આપો ત્યારે વાલીઓએ અમને ગેટનું લોક ખોલી આપ્યું પણ સ્કૂલનું લોક તો અમને અમારા કાયમી શિક્ષકો ન મળે ત્યાં સુધી ન ખોલી આપવાનું કીધું હતું., અલ્પેશ પટેલ,શિક્ષક.