લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોંચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈ અને વેવાઈ સાથે પોઝા આપ્યા

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે હવે આ વાત કન્ફોર્મ થઈ ચુકી છે. સોનાક્ષી અને ઝહીર ૨૩ જૂનના રોજ લગ્ન કરશે, પરંતુ આ પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સોનાક્ષીનો પરિવાર આ વાતથી ખુશ નથી, પરંતુ હવે તેના પિતા શત્રુઘ્ન સિંહાએ આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. એક તરફ પિતા પહેલા સ્પષ્ટ કહી ચુક્યા છે કે, તેમને સોનાક્ષી અને ઝહીરના લગ્નથી કોઈ સમસ્યા નથી. તે પોતાની દિકરીના લગ્નમાં સામેલ થશે.

હાલમાં શત્રુઘ્ન સિંહા અને પુનમ સિન્હા પોતાના વેવાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ સૌ લોકો ચુપ થઈ ગયા છે,કારણ કે, પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, તેના પિતા આ લગ્નથી ખુશ નથી. જમાઈ ઝહીર ઈકબાલની સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન બંન્ને સ્માઈલ કરતા જોવા મળ્યા હતા.

પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, માતા-પિતા શત્રુઘ્ન સિંહા અને પુનમ સિંહા તેમજ ભાઈ લવ સિંહા અને ઝહીર આ લગ્નથી ખુશ નથી. તો બીજી બાજુ સિંહા પરિવારમાં લગ્નની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. સોનાક્ષી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પોર્ટ થઈ હતી. તમને જણાવી દઈએ કે, સોનાક્ષી અને ઝહીરના લગ્નનું રિસેપ્શન બાંદ્રામાં બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં આયોજન કરવામાં આવ્યું છે.૨૩ જૂને સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને ઈન્ડસ્ટ્રી ખુશીનો માહૌલ છે.

તમને જણાવી દઈએ કે, સોનાક્ષી સિંહા અને ઈકબાલે બોલિવુડની એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મનું નામ ડબલ એક્સલ છે. પ્રી વેડિંગ ફંક્શન ૨૦ જુનથી શરુ થઈ ચુક્યું છે. સોનાક્ષી ૨ જોડિયા ભાઈની એક જ બહેન છે. તેમજ પરિવારમાં પણ સૌથી નાની છે. બોલિવુડમાં સોનાક્ષી અનેક હિટ ફિલ્મો પણ આપી છે.