સમગ્ર દેશ અને રાજ્ય સહિત મહીસાગર જીલ્લામાં તા. 01 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત સુપોષિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે મહીસાગર જીલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણલક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાની એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે.
રાજ્ય-રાષ્ટ્રના તમામ પ્રદેશોમાં સંપૂર્ણ સપ્ટેમ્બર માસ દરમિયાન વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર માટે આ માસની ઉજવણી કરવામાં આવે છે. આ અભિગમમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા મહીસાગર જીલ્લો પણ કટિબદ્ધ છે. આજે મંગળવારના રોજ પોષણ માહ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં બાળતુલા દિવસની ઉજવણી કરી સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વસ્થ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ થકી સ્વસ્થ બાળ સ્પર્ધા/આંગણવાડીમાં નોંધાયેલ બાળકોના વજન/ઊંચાઈ (ગ્રોથ મોનીટરીંગ)ની કામગીરી અને પોષણ ટ્રેકરમાં એન્ટ્રી, વૃદ્ધિ માપન ડ્રાઇવ (જઅખ/ખઅખ સ્ક્રીનીંગ), સ્વસ્થ બાળ સ્પર્ધામાં વિજેતા બાળક અને માતા પિતાને પ્રમાણપત્રનું વિતરણ તેમજ ભાદરવી પૂનમે અંબાજી દર્શેને જતાં શ્રદ્ધાળુઓને કાર્યકર દ્વારા પોષણ પ્રતિજ્ઞા તેમજ વિસામામાં પણ પોષણને લગતી પ્રવુતિઓ અને ગણેશ મહોત્સવમાં પોષણનો પ્રચાર-પ્રસાર, મીલેટ આધારિત વાનગીઓ ટ્રાયબલ તાલુકામાં, તેવી પ્રવૃતી સાથે ઉજવણી આંગણવાડી કેન્દ્રો ખાતે કરવામાં આવી.