- અત્યાર સુધી જિલ્લામાં કોરોના ના કુલ ૪૯૨ પોઝીટીવ કેસ નોંધાયા
- આજે ૧૨ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી
- આમ અત્યાર સુધીમાં ૩૬૯ દર્દીઓ સ્વસ્થ થઇ સ્વ ગૃહે પરત ફર્યા
- હાલ ૯૩ દર્દીઓ સારવાર હેઠળ
- જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦૮૯૬ વ્યક્તિઓના કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાના ૧ સ્ત્રી – ૦૨ પુરૂષ, લુણાવાડા તાલુકામાં ૦૧ સ્ત્રી, ૩ પુરૂષ, સંતરામપુર તાલુકામાં ૦૨ પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૦૮-૦૮-૨૦૨૦ ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૪૯૨ કેસ પોઝીટીવ નોધાયા છે.
આજે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના ૩ સ્ત્રી અને ૪ પુરૂષ, ખાનપુર તાલુકામાં ૧ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૦૨ સ્ત્રી- ૧ પુરૂષ અને વિરપુર તાલુકાના ૦૧ પુરૂષ મળી કુલ-૧૨ દર્દીઓએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૬૯ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી ૨૮ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૩૦ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૧૦૮૯૬ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૬૦૫ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૧૭ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૧૮ દર્દી ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, લુણાવાડા, ૨૭ દર્દી હોમ આઇસોલેશન, ૦૬ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ૦૬ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ, અમદાવાદ, ૯ દર્દી લુણાવાડા શિતલ નર્સિગ કોલેજ (CCC), ૦૫ દર્દી SDH સંતરામપુર, ૦૧ દર્દી એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા, ૦૩ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ, વડોદરા અને ૦૧ દર્દી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૮૯ દર્દીઓ સ્ટેબલ અને ૦૪ દર્દીઓ ઓક્સિજન પર છે.