
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં સવાર સવારમાં સેર પર નીકળેલી એક ૧૯ વર્ષની યુવતીનું દિલ ૭૦ વર્ષના વૃદ્ધ પર આવી ગયું અને તેણે આ વૃદ્ધને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધુ અને એકબીજાના જીવનસાથી બની ગયા. આ કપલ વચ્ચે ૫૦ વર્ષથી વધુ ઉંમરનું અંતર છે. તેમની લવસ્ટોરીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંનેએ વિગતવાર પોતાની લવસ્ટોરી વિશે જણાવ્યું છે.
આ નવ દંપત્તિનું નામ લિયાક્ત અને શમાઈલા છે. બંને લાહોરમાં ખુશીથી રહે છે. આ બધા વચ્ચે લિયાક્ત અને શમાઈલાએ પોતાની મુકમ્મલ થયેલી લવ સ્ટોરી અંગે શું કહ્યું અમે તમને જણાવીએ. વાત જાણે એમ છે કે શમાઈલાને પૂછવામાં આવ્યું કે તમારા પતિની ઉંમર તો ઘણી વધારે છે તો નવી નવેલી દુલ્હને કહ્યું કે ’જુઓ પ્રેમમાં ઉંમર જોવાતી નથી, બસ મોહબ્બત થઈ જાય છે. તેમાં જાત-પાત, ઊંચ અને નીચ કશું જોવાતું નથી, તો આવામાં મને પણ મોહબ્બતના રોગે જકડી લીધી.’ જ્યારે લિયાક્તે પોતાની પ્રમ કહાની વર્ણવતા કહ્યું કે ’રોમેન્ટિક હોવા માટે કોઈ ઉંમર હોતી નથી. દરેક ઉંમરનું પોતાનું એક અલગ રોમાન્સ હોય છે.’