બ્રિટન રસીકરણને મળશે વેગ: સિંગલ ડોઝ રસીને મળી મંજૂરી.

વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના(Corona) વાયરસ સામે ઝડપી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અમેરિકાએ જ્યાં મહત્તમ લોકોને રસી(Vaccine) આપી છે. ત્યારે ભારતમાં વેક્સિનના 20 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. આ દરમ્યાન આજે બ્રિટનને કોરોના સામે વધુ રસી મળી છે. જેમાં યુકેના ડ્રગ નિયમનકારે જહોનસન એન્ડ જહોનસનની એન્ટી કોરોના(Corona) રસીને મંજૂરી આપી છે. યુકેના આરોગ્ય મંત્રાલયે શુક્રવારે આ માહિતી જાહેર કરી હતી. આ જહોનસન અને જહોનસન સિંગલ ડોઝ રસી(Vaccine) છે.