અમદાવાદ,
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે પ્રચાર કરી રહેલા બોલિવુડ સ્ટાર પરેશ રાવલ બંગાળીઓને લઇ ટિપ્પણી કરતાં વિવાદોમાં ફસાયા છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતના લોકો મોંઘવારીને સહન કરી લેશે પરંતુ પાડોશના બાંગ્લાદેશીઓને અને રોહિંગ્યાઓને નહીં. આ નિવેદનને લઇ ટીકાનો સામનો કર્યા બાદ તેમણે માફી માંગી છે. પરેશ રાવલે મંગળવારના રોજ વલસાડમાં કહ્યું હતું ગેસ સેલિન્ડર મોંઘો છે પરંતુ ભાવ ઓછા થઇ જશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ ત્યારે શું થશે જ્યારે રોહિંગ્યા શરણાર્થી અને બાંગ્લાદેશી દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવાનું શરૂ કરી દેશે. ગેસ સિલિન્ડરનું તમે શું કરશો? બંગાળીઓ માટે માછલી પકાવશો? ગુજરાતમાં પહેલાં તબક્કા માટે ગુરૂવારના રોજ મતદાન થયું છે.
તેમણે કહ્યું હતું ગુજરાતના લોકો મોંઘવારી સહન કરી શકે છે પરંતુ આ નહીં… જે રીતે તેઓ અપશબ્દ કહે છે. તેમાંથી એક શખ્સને મોં પર ડાયપર પહેરાવાની જરૂર છે. બોલિવુડ એકટર રાવલે જો કે રેલીમાં એ શખ્સનું નામ લીધું નહોતું તેમનું નિશાન સ્પષ્ટપણે અરવિંદ કેજરીવાલને લઇ હતું. રાવલે કહ્યું કે તેઓ અહીં પ્રાઇવેટ પ્લેનથી આવે છે અને ત્યારબાદ દેખાડો કરવા રિક્ષામાં બેસે છે. અમે આખી જિંદગી એક્ટિંગમાં પસાર કરી દીધી પરંતુ આવી નોટંકીવાળા જોયા નથી. તેમણે શાહીનબાદમાં બિરયાની પીરસી હતી.
પરેશ રાવલના આ નિવેદનને કેટલાંક લોકોએ બંગાળીઓ વિરૂદ્ધ ’હેટ સ્પીચ’ ગણાવી દીધી તો બીજાએ તેને રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓની વિરૂદ્ધ માન્યું. આ મુદ્દા પર આકરી ટ્વિટસ બાદ પરેશ પાવલે સવારે માફીવાળી પોસ્ટ કરતાં દાવો કર્યો કે તેમનો આશય ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓથી હતો.
તેમણે પોસ્ટમાં લખ્યું કે ચોક્કસ માથલી મુદ્દો નથી કારણ કે ગુજરાતી પણ માછલી પકવે છે અને ખાય છે પરંતુ બંગાળીને લઇ હું સ્પષ્ટતા કરવા માંગું છું કે મારો આશય ગેરકાયદે બાંગ્લાદેશીઓ અન રોહિંગ્યાઓથી હતો. તેમ છતાંય જો મેં તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માંગું છું. આ પોસ્ટ એક યુઝરે એ મુદ્દા પર સ્પષ્ટીકરણ માંગ્યું તેના જવાબમાં હતી કે માછલી વિષય નહોતો હોવો જોઇતો, તેણે આ અંગે સ્પષ્ટીકરણ આપવું જોઇએ.