ફતેપુરા,
ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે કલાલ સમાજ દ્વારા 31 ઓકટોમ્બર ના રોજ કુલદેવતા ભગવાન સહસ્ત્ર બાહુભુજ અર્જુનની જન્મ જયંતિને લઇને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ફતેપુરાના અંબાજી મંદિરે થી શરૂ થયેલ શોભાયાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે નગરના રાજમાર્ગો પર કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મહિલાઓ સહિત યુવાધને નાચગાન સાથે ગરબાની રમઝટ મચાવી હતી. યાત્રામાં ભગવાન સહસ્ત્ર બાહુભુજ અર્જુન કી જય ના નારાઓ પોકારવામાં આવ્યા હતા. નિકળેલ ભવ્ય શોભાયાત્રા એ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એક સમય માટે ભકિતમય માહોલ જોવા મળ્યો હતો. અંબાજી મંદિરે થી શરૂ થયેલ શોભાયાત્રાનું ફરી અંબાજી મંદિરે આરતી ઉતારી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમાજના લોકો દ્વારા ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.