- ભારત પાકિસ્તાન બોર્ડર નજીક પંજાબના એક ગામમાં ૨ સંદિગ્ધ આતંકવાદીઓ જોવા મળ્યા હતાં.
પંજાબના સરહદી જિલ્લાઓ ગુરદાસપુર અને પઠાણકોટમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમને બે શંકાસ્પદ આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોવાની માહિતી મળી છે. આ લોકો પઠાણકોટમાં ઘૂસ્યા હોવાના રિપોર્ટ બાદ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ આતંકીઓએ એક ફાર્મ હાઉસમાં રહેલા મજૂરના ઘરે જમ્યા. એટલું જ નહીં મજૂરને ધમકી પણ આપી કે જો તેણે પોલીસને જાણ કરી તો તેનું પરિણામ ખરાબ આવશે. ઢિંડામાં બે શંકાસ્પદ લોકોની મુવમેન્ટ જોવા મળી હતી. સૂત્રો મુજબ ૨૫ જૂનની રાત્રે લગભગ ૯.૩૦ કલાકે બે વ્યક્તિ ગામના એક ફાર્મહાઉસ પર પહોંચ્યા. જ્યાં મજૂરોને પૂછ્યું કે, ખાવાનું બની ગયું છે? અમને ભૂખ લાગી છે. એ પછી ખાવાનું ખાધું. અને ધમકી આપતા કહ્યું કે, જો કોઈને બતાવ્યું તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે.
આંતરરાષ્ટ્રીય સરહદ પાસે સ્થિત ગામ કોટ બાઠિયાંના એક ગ્રામીણે કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે મેં મારા ફાર્મ હાઉસ પાસેથી ચહેરા ઢાંકેલા બે લોકોને પસાર થતા જોયા છે. બંને ભારે હથિયારોથી સજ્જ હતા. ગ્રામીણે પોલીસને કહ્યું કે, તેઓએ મને બંદૂક બતાવીને ખાવાનું બનાવવા માટે કહેવાયું હતું. એ લોકો જમીને ઘરની બહાર નીકળીને પઠાણકોટ તરફ આગળ વયા હતા.૨૩ જૂને જમ્મુ -કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાનથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ૪-૫ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો. પંજાબમાંથી ઘૂસણખોરીની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૧૫ દિવસમાં ચાર મોટી આતંકી ઘટનાઓ સામે આવી છે.
જણાવી દઈએ કે, પંજાબ પોલાસે આ ગ્રામીણની માહિતી શેર નથી કરી. આ મામલે માહિતી મળ્યા બાદ પઠાણકોટના એસએસપી સુહૈલ કાસિમ મીરે તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી. આ ઉપરાંત ગુરદાસપુરમાં પણ વહીવટી તંત્રએ બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લા એસપી હરીશ દાયમાએ પોલીસ લાઇન્સમાં તમામ પોલીસ સ્ટેશનના પ્રમુખોની બેઠક બોલાવી હતી. એક અહેવાલ પ્રમાણે ગુરદાસપુરના તમામ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ટેસ્ટિંગ સઘન તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત ગુરદાસપુર, ધારીવાલ, દીનાનગરમાં પણ કડકાઈ દાખવવામાં આવી રહી છે.
ગુરદાસપુર-પઠાણકોટ-જમ્મુ નેશનલ હાઈવે પર પણ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. બટાલા પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ મામલાની માહિતી સેના અને બીએસએફ સાથે પણ શેર કરવામાં આવી છે. પઠાણકોટના એરફોર્સ સ્ટેશનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ૨૦૧૫માં પઠાણકોટમાં ત્રણ આતંકવાદી ઘૂસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. ત્યારે પણ જાણકારી આપી હતી કે આ લોકો પઠાણકોટ જિલ્લાના બમિયાલ ગામમાંથી ઘૂસી આવ્યા હતા. આ આતંકી હુમલામાં એસપી રેક્ધના અધિકારી સહિત ૭ લોકો માર્યા ગયા હતા. તેના ૬ મહિના બાદ જ પાકિસ્તાન સમથત આતંકવાદીઓએ એરબેઝ પર હુમલો કર્યો હતો.