દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી CM:એકનાથ શિંદે અને અજિત પવાર સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો, આવતીકાલે શપથ લેશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 11 દિવસ બાદ ભાજપ વિધાનમંડળ પક્ષે દેવેન્દ્ર ફડણવીસને તેના નેતા તરીકે ચૂંટ્યા છે. ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પંકજા મુંડેએ ફડણવીસના નામનું સમર્થન કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડેપ્યુટી સીએમ માટે એકનાથ શિંદે અને અજિત પવારના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં મહાયુતિની બેઠક યોજાવા જઈ રહી છે. ફડણવીસ શિંદે અને પવાર સાથેની આ બેઠકમાં મંત્રીઓના નામોને મંજૂરી આપવામાં આવશે. આ પછી, મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.શપથ ગ્રહણ આવતીકાલે એટલે કે 5મી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં થશે. જેમાં મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રી સાંજે 5.30 કલાકે શપથ લેશે. તેમની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે કે નહીં તે સ્પષ્ટ નથી.