- બન્ને અધિકારીઓ કચેરીમાં ગેરહાજર રહેતા લોકોના કામ અટવાતા રોષ.
- વહેલીતકે મહત્વના અધિકારીઓની ભરતી નહી થાય તો પ્રજા ભૂખ હડતાળ ઉપર જશે.
દે.બારીઆ,
દાહોદ જીલ્લામાં દે.બારીઆ તાલુકો એટલે તમામ કક્ષાએ મોડેલ તાલુકો સાબિત થવો જોઈએ. પરંતુ સાબિત થયો નથી. આ મેાડેલ સુધી તાલુકામાં સરકારી કચેરીઓની મુખ્ય પોસ્ટ એટલે નાયબ કલેકટર તેમજ તાલુકા એકઝયુકેટીવ મેજીસ્ટેટની જગ્યાઓ મુખ્ય ગણાય છે. આવી અગત્યની જગ્યાઓમાં પણ છેલ્લા સાત-આઠ માસ થી મામલતદારની પોસ્ટ ઉપર કોઈ જ કાયમી મામલતદાર મૂકવામાં આવતા નથી. જેથી ઓફિસ લગતી કામગીરીમાં વિલંબ થઈ રહ્યા છે. જેવી કે, આધારની કામગીરી લોકડાઉનથી લઈ અનલોક લોકડાઉન-૪ પૂરું થવા આવ્યું તેમ છતાં આધાર માટે જનતા ફાંફા મારે છે. તેમજ અન્ય નીચલા કક્ષાના કર્મીઓ બિંદાસ થઈ ગયા છે. આમા કોઈ જ રોકટોક કરવાવાળો મૂછાળો નથી. કાયમી પદઅધિકારીના હોવાના કારણે થઈ રહ્યું છે. જ્યારે ગત સપ્તાહ પ્રાંત અધિકારીની પોસ્ટ ઈન્ચાર્જમાં ચાલી રહી છે. તેવી વિગતો કહેવાશ તે પ્રશ્નાર્થ છે.
બે મુખ્ય પદના અધિકારીઓની જગ્યામાં ઈન્ચાર્જથી ચાલે તથા કેવો વહિવટ ચાલે તે એક વિચારવા જેવી બાબત છે. તાલુકાની આમ જનતા પ્રશ્ન કરી રહી છે. કયારે અને કેટલા સમય મર્યાદામાં આ પદ કાયમી ભરાશે કે પછી મલાઈદાર પદની જગ્યા માટે ઈન્ચાર્જ ચાલશે તેવું આમ જનતામાં ચર્ચાઈ રહયું છે. ચાર્જના અધિકારી નિયમિતપણે કચેરીમાં હાજર રહેતા નથી. જેના કારણે લોકોને વિકાસના કામો અટવાઈ રહયા છે. રોજે રોજ કચેરીમાં લોકો પોતાના કામો પૂર્ણ કરવાની આશા સાથે પહોંચવા છતા કામ પૂર્ણ નહીં થતા રોષ વ્યાપ્યો છે. આ વહિવટ ખામી કયારે દૂર થશે ? દાહોદ જીલ્લાનો મોડેલ તાલુકો રહે તેવી મોડલ થાય એવી પણ સચિવકક્ષાના અધિકારીઓ પાસે લોકો આશા સેવી રહ્યા છે.
રિપોર્ટર : હુશેન મકરાણી