જમ્મુ-કાશ્મીરના કુલગામમાં રવિવારે (6 જુલાઈ) સતત બીજા દિવસે એન્કાઉન્ટર ચાલુ છે. મુદરધમ અને ચિનીગામ ફ્રિસલમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. બે જવાનો પણ શહીદ થયા છે. મુદરધમમાં બે-ત્રણ આતંકવાદીઓ અને ચિનીગામ ફ્રિસલમાં વધુ એક આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે.
બંને જગ્યાએ ઓપરેશન ચાલી રહ્યું છે. મુદરધમમાં આજે સવારે એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. અહીં શનિવારે (6 જુલાઈ) બપોરે આતંકવાદીઓ સામે લડતા એક જવાન શહીદ થયો હતો. કુલગામના ચિનીગામ ફ્રિસલમાં ગઈ કાલે ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક જવાન શહીદ થયો હતો.બીજી તરફ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના મંજાકોટ વિસ્તારમાં રવિવારે સવારે આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં એક જવાન ઘાયલ થયો હતો. જવાનોએ જવાબી કાર્યવાહી કર્યા બાદ આતંકીઓ ગાઢ જંગલમાંથી ભાગી ગયા હતા. સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ છે.