છત્તીસગઢ: દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ નિવૃત્ત આઇએએસ અધિકારી અનિલ તુટેજાની ધરપકડ કરી

રાયપુર, કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવૃત્ત આઇએએસ અધિકારી અનિલ તુટેજાની ધરપકડ કરી છે. છત્તીસગઢ લિકર કૌભાંડ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુના આ દારૂ કૌભાંડમાં ઈડીએ ૮ એપ્રિલે ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ ગુનાની પ્રક્રિયા સાબિત ન થતાં કોર્ટે કેસને રદ કરી દીધો હતો.

આ પછી, ઈડીએ નિવૃત્ત આઇએએસ અધિકારી અનિલ તુટેજા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ નવી ઇસીઆઇઆર નોંધી છે અને તેમની ધરપકડ કરી છે. આરોપ છે કે પૂર્વ આઇએએસ અનિલ તુટેજાએ દારૂના વેપારીઓ અને રાજકારણીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. ફેડરલ એજન્સીએ શનિવારે ૨૦૦૩ બેચના અધિકારીની રાયપુરમાં આર્થિક ગુના વિંગ /ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની ઓફિસમાંથી અટકાયત કરી હતી, જ્યાં તે અને તેનો પુત્ર યશ તુટેજા આ કેસમાં તેમનું નિવેદન નોંધવા આવ્યા હતા.આઇએએસ અધિકારીને બાદમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને રિમાન્ડ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે, સૂત્રોએ જણાવ્યું હતું. અનિલ તુટેજા ગયા વર્ષે વહીવટી સેવામાંથી નિવૃત્ત થયા હતા.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આવકવેરા વિભાગની ફરિયાદના આધારે ઈડીની એફઆઇઆર રદ કરી હતી, જેના પગલે સંઘીય એજન્સીએ કથિત દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગનો નવો કેસ નોંધ્યો હતો. એજન્સીએ આ કેસમાં તેની તપાસની વિગતો રાજ્ય ર્ઈંઉ/છઝ્રમ્ સાથે શેર કરી અને FIR નોંધવા વિનંતી કરી અને એફઆઇઆર નોંધાયા પછી, ઈડીએ ફરિયાદની નોંધ લીધી અને મની લોન્ડરિંગનો નવો કેસ નોંયો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ મૂક્યો હતો કે છત્તીસગઢમાં વેચાતી દારૂની દરેક બોટલમાંથી ગેરકાયદેસર નાણા એકત્ર કરવામાં આવ્યા હતા અને રાયપુરના મેયર એજાઝ ઢેબરના મોટા ભાઈ અનવર ઢેબરની આગેવાની હેઠળની લિકર સિન્ડિકેટ દ્વારા કમાયેલા ૨,૦૦૦ કરોડ રૂપિયાનું લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. અને અનપેક્ષિત ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા છે.