હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 મળશે. જેથી 150 રૂપિયાનો વધારો થયો.
મહીસાગર જિલ્લાના 1436 હોમગાર્ડ અને 800 થી પણ વધુ ૠછઉ જવાનોમાં ખુશીનો માહોલ. લુણાવાડા, ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવો પગાર વધારો જાહેર કર્યો છે. હોમગાર્ડ અને ૠછઉ જવાનના દૈનિક ભથ્થામાં વધારો કરાયો છે. હવે હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે. જેથી 150 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. આ સાથે ૠછઉ જવાનને પ્રતિદિન 200 રૂપિયાના બદલે 300 રૂપિયા આપવામાં આવશે. 1 નવેમ્બર 2022થી હોમગાર્ડ અને ૠછઉના જવાનોનો પગાર વધારો લાગુ પડશે. આ અંગેની જાહેરાત કરતા રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જીઆરડી અને હોમગાર્ડના જવાનો માટે આજનો દિવસ દિવાળી જેવો બન્યો છે. હોમગાર્ડનાં સભ્યને પ્રતિદિન 300નાં બદલે 450 રૂપિયા મળશે. જીઆરડીનાં સભ્યાને હાલનાં પ્રતિદિન 200ને બદલે 300 રૂપિયા મળશે. માનદ્દ વેતન સુધારાની અમલવારી 1-11-2022થી ગણવામાં આવશે. તેવું જણાવતા મહીસાગર જિલ્લાના 1436 હોમગાર્ડ અને 800 થી પણ વધુ ૠછઉ જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળતા લુણાવાડા ખાતે ફટાકડા ફોડી ખુશી મનાવાઈ હતી. જ્યારે વગર આંદોલને પગાર વધારો કરતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભૂમિરાજસિંહ સોલંકીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.